Gujarat

1 કિમીની સ્પર્ધામાં બાળકોથી લઈને વયોવૃદ્ધ‎સુધીની ઉંમરના 90 સ્પર્ધકોએ ભાગ લીધો‎

પોરબંદરમાં શ્રી રામ સ્વીમીંગ કલબ દ્વારા શનિવારે કડકડતી ઠંડી વચ્ચે ચોપાટીના દરિયામાં ઓપન પોરબંદર સી સ્વીમીંગ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં પ્રથમ દિવસે 1 કી. મી.ની સ્પર્ધામાં બાળકો થી લઈને વયોવૃદ્ધ સુધીના ઉંમરના 90 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

પોરબંદરમાં શ્રી રામ સ્વીમીંગ કલબ દ્વારા દર વર્ષે સી સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની સી.સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશના 18 રાજ્યના સ્પર્ધકો વિવિધ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં 2 દિવસીય ચોપાટીના દરિયામાં ઓપન પોરબંદર સી સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે 1 કિલોમીટર સી સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના ઉંમરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.