નવસારીમાં શહેરી વિકાસ સુશાસન પર્વ 2025-26 અંતર્ગત પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. લુન્સીકુઈ મેદાન ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. આ ફ્લાવર શોએ શરૂઆતની સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી નવસારીનું નામ રોશન કર્યું છે.

આ ફ્લાવર શોની મુખ્ય વિશેષતા 95,000થી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી ‘નવસારી’ શબ્દની વિશાળ આકૃતિ છે. પ્રદર્શનમાં 8 ફૂટ બાય 49 ફૂટની ફૂલ દીવાલ, સરદાર પટેલની પ્રતિમા, ઈસરોનું સ્પેસ રોકેટ, સંસદ ભવન અને નવસારીનું ઐતિહાસિક ટાવર જેવી કલાત્મક આકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારત ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મનીના વિદેશી ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આયોજનથી લોકોમાં પર્યાવરણની જાગૃતિ વધશે આ સર્જનને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ દ્વારા માન્યતા આપવામાં આવી છે. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નોંધાયેલી આ સિદ્ધિ બદલ મંત્રી સી.આર. પાટીલે વહીવટી તંત્ર અને નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નથી, પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આવા આયોજનોથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મકતા વધશે.

10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ આ ફ્લાવર શોમાં 10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 25 જાતના ફ્લાવર ક્રોપ અને 40થી વધુ અલગ-અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મનીના વિદેશી ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

