Gujarat

નેપાળની જેલ તોડી ભાગેલો આરોપી અમદાવાદથી ઝડપાયો

નેપાળના GEN G આંદોલન સમયે અનેક આરોપીઓ નેપાળની જેલ તોડીને ભાગી ગયા હતા.SOG ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ ડી.પી ઉનડકટ અને પીઆઇ પી.વી દેસાઈની ટીમને બાતમી મળી હતી કે ધર્મેશ ચુનારા નામનો આરોપી નેપાળની જેલ તોડીને અમદાવાદ આવ્યો છે જેના આધારે SOG ક્રાઈમે ધર્મેશની કાગડાપીઠ વિસ્તારમાંથી તેના સાસુના ઘરેથી ધરપકડ કરી છે.

13 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયા બાદ નેપાળ જેલમાં બંધ હતો પકડાયેલો આરોપી ધર્મેશ ગત વર્ષે બેંગકોકથી 13 કિલો હાઈબ્રિડ ગાંજો લઈને નેપાળ પહોંચ્યો હતો. પરંતુ નેપાળ એરપોર્ટ પર એજન્સી દ્વારા ધર્મેશને પકડી લેવામાં આવ્યો હતો.ધર્મેશને નેપાળની જેલમાં રાખવામાં આવ્યો હતો.GEN G આંદોલન દરમિયાન અનેક આરોપીઓ નેપાળની જેલ તોડીને ભાગ્યા હતા.જેમાં ધર્મેશ પણ ભાગી ગયો હતો.ધર્મેશ નેપાળથી અમદાવાદ આવી ગયો હતો.

ધર્મેશ સામે અમદાવાદમાં એક પણ ગુનો નોંધાયેલો નથી પરંતુ તે નેપાળથી ઈન્ડિયામાં હાઈબ્રિડ ગાંજો લાવતો હતો જેની તપાસ કરવામાં આવી રહી છે.ધર્મેશ મૂળ ઠક્કરનગરનો રહેવાસી છે.ધર્મેશ ગઈકાલે રાતે તેના સાસુના ઘરે કાગડાપીઠમાં હતો જ્યાંથી પોલીસે ધરપકડ કરી છે.ધર્મેશના સાસુ લિસ્ટેડ બુટલેગર છે.