સુરત જિલ્લામાં કામરેજ ટોલ પ્લાઝા નજીક આવેલા એક કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં વાહનોના વિવિધ પાર્ટ્સ અને ગોડાઉન બહાર પાર્ક કરેલી 15થી વધુ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આસપાસના વિસ્તારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
આગની જાણ થતાં જ કામરેજ અને સુમિલોન સહિતની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ પણ સ્થળ પર હાજર રહી પરિસ્થિતિને નિયંત્રિત કરી હતી.

