Gujarat

ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

રેલવે પ્રોટેક્શન ફોર્સ બોરીવલીની ટીમે 25 જાન્યુઆરીની રાત્રે અમૃતસર-મુંબઈથી ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસમાં ડ્રગ્સની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં રૂપિયા 2.19 કરોડથી વધુ કિંમતના કોકેઈન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે મિઝોરમના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવકને સુરતમાંથી પકડાયેલી નાઈજિરિયન મહિલાએ ડ્રગ્સ આપ્યું હોવાની આશંકા છે.

યુવકની બેગમાંથી કોકેઈન, મેથામ્ફેટામાઇન અને કોડીન કફ સિરપ મળી મળતી માહિતી પ્રમાણે, બોરીવલી રેલવે સ્ટેશન પર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં એનબીસી અને આરપીએફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન કોચ નંબર બી-4માંથી 32 વર્ષીય આરોપી લાલફકમાવિયા નામના મિઝોરમના યુવક (રહે. રેમના હોટેલ નજીક, ઈલેક્ટ્રિક વેંગ, હનાથિયાલ, લુંગલેઈ, મિઝોરમ)ને બેકપેક અને ટ્રોલી બેગ સાથે ઝડપી પાડ્યો હતો.

મહિલા વિટામિન પેકેટમાં 900 ગ્રામનો મેથામ્ફેટામાઇન અને 50 ગ્રામના કોકેઈનનો જથ્થો લાવી હતી.

આરોપીના બેકપેક અને ટ્રોલી બેગની તપાસ કરતાં 436 ગ્રામ કોકેઈન (અંદાજિત કિંમત 2.18 કરોડ), 19 ગ્રામ યાબા ગોળીઓ (મેથામ્ફેટામાઇન, કિંમત 1.50 લાખ), 649 ગ્રામ (5 બોટલ) કોડીન કફ સિરપ (કિંમત 7500) અને 8 ગ્રામ અલ્પાઝોલમ ગોળીઓ (કિંમત 3200) મળી આવતા કુલ કિંમત 2.19 કરોડની મતા જપ્ત કરવામાં આવી હતી.