અમેરિકા
અમેરિકાના લોસ એન્જલસમાં એક રેપરની હત્યા કરવામાં આવી છે. રેપર ડેરેલ કાલ્ડવેલ કે જેઓ ‘ડ્રેકો ધ રૂલર’ તરીકે વધુ જાણીતા છે, તેમની લોસ એન્જલસમાં કોન્સર્ટ દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. રેપરના પબ્લિસિસ્ટ સ્કોટ જ્હોન્સને રવિવારે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને રોલિંગ સ્ટોનને કાલ્ડવેલના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ૨૮ વર્ષના કાલ્ડવેલ પર શનિવારે રાત્રે ‘વન્સ અપોન અ ટાઇમ ઇન ન્.છ.’ કોન્સર્ટમાં હુમલો કરવામાં આવ્યો હતો. સ્નૂપ ડોગ, ૫૦ સેન્ટ અને આઇસ ક્યુબ પણ આ કાર્યક્રમમાં પરફોર્મ કરવાના હતા, પરંતુ આયોજકો દ્વારા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. ‘બેર બોનસ’એ કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલિંગ ટીમને ટાંકીને કહ્યું કે, લગભગ ૮ઃ૩૦ વાગે ઝઘડો થયો હતો, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. લોસ એન્જલસ પોલીસ વિભાગના અધિકારી લુઈસ ગાર્સિયાએ લોસ એન્જલસ ટાઈમ્સને જણાવ્યું હતું કે, રવિવાર સુધીમાં આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. રેપ ગાયક સ્નૂપ ડોગે પણ સોશિયલ મીડિયા પર કાલ્ડવેલના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેપરમાં ધક્કામુક્કી થયા બાદ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, રાત્રે ૮.૩૦ વાગ્યે સ્ટેજની પાછળ લડાઈ શરૂ થઈ. ત્યારે એક શકમંદ આવીને રેપર પર છરી વડે હુમલો કર્યો હતો. પહેલા કેલ્ડવેલ ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું. કેલ્ડવેલે ૨૦૧૫ માં મિક્સટેપ્સ રિલીઝ કરવાનું શરૂ કર્યું અને ફેબ્રુઆરીમાં તેના પ્રથમ આલ્બમ ધ ટ્રૂથ હર્ટ્સ સાથે ડેબ્યૂ કર્યું. તેમની મિક્સટેપ લોસ એન્જલસમાં મેન્સ સેન્ટ્રલ જેલમાં રેકોર્ડિંગનો સમાવેશ કરે છે. કેલ્ડવેલને નવેમ્બર ૨૦૨૦ માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેના પર ૨૪ વર્ષીય યુવકની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ હતો.