International

ચીનમાં એક્સપ્રેસવે પરના પુલ ધરાશાયી થતાં ટ્રક અને કારના ટુકડા

,ચીન
ચીનમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી, પરંતુ આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ જાેવા મળી ચૂકી છે. પરંતુ સરકાર આવા અકસ્માતોને છુપાવી રહી છે. જેથી કરીને અન્ય દેશોમાં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ પર તેની અસર ન પડે. પરિવહન મંત્રાલયના એન્જિનિયરો અને નિરીક્ષકો તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પ્રાંતીય ગવર્નર તેમજ ડેપ્યુટી પ્રાંતીય ગવર્નર બચાવ પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. સિન્હુઆએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશામકો પણ ઘટના સ્થળે છે, ટ્રાફિકને ડાયવર્ટ કરી રહ્યા છે. સરકારી ચેનલ ઝ્રય્‌દ્ગએ અહેવાલ આપ્યો હતો કે ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવ્યાની ૨૦ મિનિટ પછી ૫૦ ઈમરજન્સી કર્મચારીઓનું પ્રથમ જૂથ અને નવ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.દુનિયામાં દરેક વ્યક્તિ જાણે છે કે ચાઈનીઝ વસ્તુઓની ગુણવત્તા કેવી હોય છે. હવે આવો જ એક કિસ્સો ચીનના હુબેઈ પ્રાંતમાંથી સામે આવ્યો છે. અહીં ચીનના એન્જિનિયરોએ એક્સપ્રેસ વે પર આવો બ્રિજ બનાવ્યો, જેનો એક ભાગ તૂટી પડ્યો. જેના કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. ચીની અધિકારીઓએ આ માહિતી આપી છે. આ અકસ્માત બપોરના સમયે થયો હતો. ત્યારથી બ્રિજ બનાવવામાં સામેલ માલસામાનની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. આ અકસ્માત એઝોઉ શહેરમાં શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યે થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં એક્સપ્રેસવે પરનો બ્રિજ લગભગ ૫૦૦ મીટર (૧,૬૪૦ ફૂટ) તૂટી પડ્યો હતો. ચીનની સરકારી મીડિયા શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, પુલ પરથી અનેક વાહનો પડી ગયા. ઘટનાને પગલે એક્સપ્રેસ વે બંધ કરી દેવામાં આવ્યો છે. અકસ્માત થયો ત્યારે બ્રિજ પર કામ ચાલી રહ્યું હતું. જાે કે, તે સમયે ત્યાં કેટલા મજૂરો હાજર હતા તે સ્પષ્ટ નથી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પુલ તૂટી પડ્યા બાદ તેના પર જઈ રહેલી ત્રણ ટ્રક અને કાર પણ નીચે પડી ગઈ હતી. ૧૯૮ ટન વજન ધરાવતો ટ્રક પડી જતાં બે ટુકડા થઈ ગયા. જ્યારે કારના કાચ ફુટી ગયા હતા. સમાચાર અનુસાર, પરિવહન મંત્રાલયના અધિકારીઓ સ્થળ પર તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *