નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ યોજાઈ
ગુજરાત અત્યારે ભારતના ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ‘ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ, લાંબો દરિયાકિનારો અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક હબ બની ગયું છે.જેમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટ છે. અહીં સોલર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન બંનેનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવામાં આવશે.તથા ગુજરાત સોલર પાવરના ઉત્પાદનમાં અને તેના ઉપયોગમાં દેશમાં અગ્રેસર છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે, જે પવન ઊર્જા માટે આશીર્વાદ સમાન છે.ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન મિશન ભવિષ્યના બળતણ તરીકે ઓળખાતા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો છે.
૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ગાંધીનગર, ધ લીલા ખાતે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને ્રી જીીષ્ઠિીંટ્ઠિૈટ્ઠંના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સહભાગી થયા હતા.
રિન્યુએબલ એનર્જી માટેની કોન્કલેવ -૨૦૨૬ અંતર્ગત સમગ્ર ટીમને અભિનંદન આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રીન્યુએબલ એનર્જી અંતર્ગત ગુજરાતે ઘણી બધી કામગીરી કરી છે. વર્તમાન વડાપ્રધાનશ્રી અને જે તે સમયના ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીની વિઝનરી લીડરશીપમાં આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા છે, તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં રિન્યુએબલ એનર્જીમાં આપણે માત્ર ૯૦ મેગાવોટ પ્રોડક્શનથી શરૂઆત કરી હતી અને આજે વર્ષ ૨૦૨૬માં ૪૨,૫૦૦થી વધુ મેગાવોટ આપણે પ્રોડ્યુસ કરી રહ્યા છીએ. વર્ષ ૨૦૦૨માં જે લોકોએ વર્તમાન પ્રધાનમંત્રીશ્રીના આ વિઝન પર મજાક ઉડાવી હતી, તેવા લોકો આજે દુનિયા માટે મજાક બની ગયા છે.
સાથે જ આ વિશે તેમણે ગુજરાતની વાત કરતા ગર્વ સાથે ઉમેર્યું હતું કે, અહીં બેઠેલા બધા જ લોકો ગુજરાતની આ રીન્યુબલ એનર્જીની યાત્રાના સાક્ષી છે. દેશભરમાં સૌથી વધુ મજબૂતાઈથી રીન્યુએબલ એનર્જી માટે જાે કોઈ રાજ્ય એ પહેલ કરી હોય તો તે ગુજરાત છે, તેથી ગુજરાત દેશભરમાં ઇઈ- (િીહીુટ્ઠહ્વઙ્મી ીહીખ્તિઅ)માં પ્રથમ ક્રમાંકે છે.
એક ગુજરાતી તરીકે ગર્વ અનુભવતા નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે, લેગેસી શું છે, આ મજબૂત લેગેસી પર અમારા જેવા લોકોને મજબૂત રોડ મેપ મળ્યો છે, જેના પર માત્ર અમારે કામ કરવાનું છે. જેને તેમણે પોતાની ખુશનસીબી ગણાવી હતી.
વેપારીના બે નિયમોનું ઉદાહરણ આપી તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત એ ધરતી છે, જ્યાં તમારો રોકાયેલો એક-એક રૂપિયો તમારી ૧૦ પેઢી સુધી ઇન્વેસ્ટમેન્ટ રૂપે સુરક્ષિત રહેશે. સાથે જ કચ્છમાં ભૂકંપ પછી જે તારાજી સર્જાઈ હતી, તે સમય પછી, કચ્છમાં સ્થપાયેલી ઇન્ડસ્ટ્રીઝની સફળતા અંગે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ પછી રિટર્ન હંમેશા સારું મળશે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તમે એક બ્રાન્ડેડ સ્ટેટ સાથે જાેડાઈ રહ્યાનો ગર્વ અનુભવી શકો છો.
ગુજરાત રિન્યુએબલ એનર્જીના કુલ ઉત્પાદનમાં ૬૪ ટકા પ્રોડક્શન કરે છે, દેશભરમાં ગુજરાતનો કોઈ મુકાબલો આ ક્ષેત્રમાં નથી. દેશભરમાં ગુજરાત રૂફટોપ સોલારમાં ૩૦ ટકા કામગીરી સાથે પ્રથમ છે એટલે કે ગુજરાતમાં સાડા સાત લાખ ઘરોમાં સોલર રૂફટોપ લાગી ગયા છે અને જે ઘરોમાં સોલર લગાવાયું છે, ત્યાં માત્ર આ એક વીજબીલ બચત થી એક બાળક સારી રીતે ભણી શકે તેટલી આર્થિક બચત થઈ રહી છે.
તદુપરાંત ઇઈ (રીન્યુએબલ એનર્જી)મેન્યુફેક્ચરિંગમાં પણ ગુજરાત અવ્વલ નંબરે છે. ૨૦૦૪ થી ૨૦૨૬ સુધીમાં આપણે જાેયેલી વિકાસયાત્રામાં મેન્યુફેક્ચરિંગ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. ત્યારે વર્ષ ૨૦૦૨ થી શરૂ થયેલી આ યાત્રામાં વિન્ડ,ઇઈ, મેન્યુફેક્ચરિંગ, સોલર વગેરેમાં હંમેશા નંબર વન રહી શકીએ તે માટે તથા દેશમાં કઈ રીતે આ એનર્જી સિસ્ટમથી ભલું કરી શકીએ તે માટે રીન્યુએબલ એનર્જી સાથે જાેડાયેલાં, તમામ લોકોને સંકલ્પબદ્ધ રહી કાર્ય કરવા નાયબ મુખ્યમંત્રી શ્રીએ અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આ અંગે કોઈપણ વ્યક્તિ નવા વિચાર સાથે આવશે તો મજબૂત ટીમવર્ક થકી સરકાર સૌને સંપૂર્ણ સહયોગ જરૂર આપશે. એટલે જ આવી કોન્કલેવ તથા કોન્ફરન્સો સરકાર અને નવા આઈડિયા વચ્ચે બ્રિજનું કામ કરે છે.
આ સાથે જ થોડા સમય પહેલા નાયબ મુખ્યમંત્રી શ્રી કરેલા વિદેશ પ્રવાસ અંગેના સંસ્મરણો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડિયાની ડિમાન્ડ વિશ્વમાં મોખરે છે. વર્લ્ડ ઇકોનોમીમાં ભારતનો દબદબો જાેઈ એક ભારતીય યુવાન તરીકે તેમણે જે ગર્વ અનુભવ્યો હતો જે આનંદની લાગણી વ્યક્ત કરી હતી તે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં ભારતની વાત થતી હોય ત્યાં ગુજરાત પાછળ હોય જ નહીં, આવનારા વર્ષોમાં નવી હજારો તક ઊભી થઈ રહી છે,તમારામાં મહેનત કરવાની જેટલી ક્ષમતા હશે તેનાથી વધુ તક તમારા માટે આવી રહી છે. ગુજરાત કેમિકલ, ફાર્મા, ખેતી, રીન્યુએબલ એનર્જી જેવા વિવિધ ક્ષેત્રે યુવાનો માટે ખૂબ મોટા પાયે તકો મળશે.
ગુજરાતને હંમેશા દરેક બાબતે પ્રથમ ક્રમાંકે રાખવા સરકારની ‘ટીમ ગુજરાત’ હંમેશા તમારી સૌની સાથે છે તેમ જણાવી, નાયબ મુખ્યમંત્રી શ્રી એ કહ્યું હતું કે, તમે તમારા ફિલ્ડમાં ગ્લોબલ લીડર કઈ રીતે બની શકો? તમારી કાબેલિયત થકી, ભવિષ્યમાં દેશને કેવી રીતે વિશ્વમાં પ્રથમ હરોળે લઈ જવા પ્રયત્ન કરી શકો, તે વિચાર મધ્યવર્તી રાખી પોતાનું કાર્ય કરવાનું છે અને એના માટે તમે જ્યાં પણ જાેડાયેલાં છો તે પ્રોડક્ટની ક્વોલિટી મજબૂત અને સ્કેલ મોટો હોવો જરૂરી છે.
અંતે નાયબ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, રિન્યુએબલ એનર્જીની આ કોન્ફરન્સમાં થયેલી ચર્ચાઓ અને તેમાં ઉદભવેલા પ્રશ્નોના નિવારણમાં સરકાર થકી શું મદદ થઈ શકે, તે માટે જે સલાહ સૂચનો આવશે તે આવકાર્ય છે તથા ગુજરાત રાજ્ય સ્ટાર્ટઅપમાં છેલ્લા છ વર્ષથી નંબર વન પર છે. ત્યારે રિન્યુએબલ એનર્જી માટે પણ સરકાર દ્વારા આ રીતે કોઈ મદદની જરૂર પડે તો પણ જાણ કરવા નાયબ મુખ્યમંત્રી શ્રી અનુરોધ કર્યો હતો.
રીન્યુએબલ એનર્જી કોન્ફરન્સ અંતર્ગત ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ પર્યાવરણની ચિંતા સાથે વિકાસનો માર્ગ કંડારવાનો જે પ્રયત્ન કર્યો છે, તે પ્રયત્નોના કારણે ગુજરાતને આજે એક વિશિષ્ટ સ્થાન મળ્યું છે. જેમાં રીન્યુએબલ એનર્જી મહત્ત્વનો એક ભાગ છે. આ કોન્ફરન્સ અંતર્ગત સરકાર સાથે સંકલનમાં? રહીને આ વિષય અંગે નાના મોટા પ્રશ્નોની જાણકારી અને તેના સમાધાનનો જે પ્રયત્ન થયો છે, તેના માટે તેમણે આયોજન કર્તાને અભિનંદન પાઠવ્યા હતા. ઊર્જા વિભાગના મંત્રી તરીકે જ્યાં જરૂર પડે ત્યાં તેઓની સંપૂર્ણ મદદ અને માર્ગદર્શન રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સાથે જાેડાયેલા લોકોને મળશે તેની તેમણે ખાતરી આપી હતી. સ્વાર્થ સાથે પરમાર્થના ભાવ સાથે રીન્યુએબલ એનર્જીને સારી વ્યવસ્થા ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, કુદરતમાં પડેલી અખૂટ શક્તિ જેમકે પાણી, વાયુ ,સૂર્ય વગેરેમાંથી ઊર્જા ઉત્પન્ન કરવાની પહેલ કરી, પર્યાવરણની ચિંતા કરતા સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર છે. ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રીના નકશે કદમ પર ચાલતા આપણે સૌ વિકાસ પણ કરીશું, આગળ પણ વધીશું અને પર્યાવરણને નુકસાન પણ નહીં થવા દઈએ.
સાથે જ આ કોન્ફરન્સમાં જે પણ પરિસંવાદ થશે અને જે મુશ્કેલીઓ દેખાશે તેમાં પણ સહાયક બનવા મંત્રી શ્રી એ તત્પરતા દાખવી હતી.
આ તકે ઊર્જા અને પેટ્રોલ કેમિકલ્સ વિભાગના અધિક અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે
ગુજરાત સરકારની રીન્યુએબલ ઊર્જા પોલિસીની વિશિષ્ટતાઓ અને ભવિષ્યના વિઝન અંગે સર્વને માહિતગાર કર્યા હતા.્રી જીીષ્ઠિીંટ્ઠિૈટ્ઠંના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પ્રશાંત ગઢવી આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે The Secretariat ના ચેરમેન શ્રી કિરણ વડોદરિયા, દેશભરમાંથી આવેલા રેન્યુએબલ એનર્જી સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગકારો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિકારીઓ તથા સ્ટેક હોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.

