અમદાવાદના ફેરિયા-વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ માટે ૧૦૦૦થી ૩,૦૦૦નો દંડ કરવાની તૈયારી
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ શાકભાજી અને ફ્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો છે જેના પગલે અમદાવાદ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે જેના માટેની રકમ નક્કી કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગના ભંગ બદલ પ્રથમ વખત રૂ .૧૦૦૦, બીજી વખત રૂ. ૩૦૦૦ અને ત્રીજી વખત રૂ. ૫૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. દુકાનને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. દંડની રકમ નક્કી કરવા અંગેની દરખાસ્ત સોમવારે મળનારી સોલીડ વેસ્ટ કમિટીમાં મૂકવામાં આવી છે. રાજયમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ સહિતના મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની રિટ અરજી બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરાયેલ મહત્વનાં સૂચન મુજબ શાકભાજી બજાર અને ફ્રુટ બજાર સહિતના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાદવા અને તેના બદલે કપડાની થેલીની પ્રથા અમલમાં લાવવા આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદને પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી સિટી કરવા શહેરમાં વિવિધ સ્થળોએ આવેલા શાકભાજી માર્કેટ તથા ફુટ માર્કેટમાં તથા અન્યત્ર ધંધો-વેપાર કરતા તમામ ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્લાસ્ટીક વેસ્ટ રૂલ્સ-૨૦૧૬ અંતર્ગત ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટીકની થેલીઓ કે ૬૦ ય્ટ્ઠિદ્બજ ઁીિ જીૂેટ્ઠિી સ્ીંીિ (ય્જીસ્)થી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગનો વપરાશ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગેની કડક અમલવારી કરાવવા અને નિયમનો ભંગ કરતાં ફેરિયાઓ અને ધંધાર્થીઓને પ્રથમ વખતનાં ભંગનાં કિસ્સામાં રૂ. ૧૦૦૦, બીજી વખતનો કિસ્સામાં રૂ. ૩૦૦૦ અને ત્રીજી વખતનાં અને ત્યારબાદનાં કિસ્સામાં રૂ.૫૦૦૦ની રકમ પેનલ્ટી પેટે વસૂલ કરવામાં આવશે.
ઝોન – સબઝોન વોર્ડ કક્ષાએથી અમલવારી કરવા તથા તે અંગે જરૂરી તમામ કાર્યવાહી કરવા સહિતની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટેની દરખાસ્ત સોમવારે મળનારી સોલીડ વેસ્ટ કમિટીની બેઠકમાં લાવવામાં આવી છે, જેને મંજૂરી મળ્યા બાદ આગામી મહિનાથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકો કોઈપણ ચીજવસ્તુ લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈને જાય તેના માટે ૧૬ લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં પણ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરે બે કાપડની થેલીઓ આપવામાં આવી છે અને લોકો પ્લાસ્ટિકની થેલીઓનું ઉપયોગ બંધ કરે તેના માટે જાગૃતિ લાવવામાં આવે છે. જાેકે, કેટલાક વ્યાપારીઓ દ્વારા હજી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે આવા વેપારીઓ અને ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં નાના વેપારીઓ અને ધંધાર્થીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ દંડ કરવા માટે રકમ નક્કી કરવા માં આવ્યું હોવાની દરખાસ્ત લાવવામાં આવી છે જાેકે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે દરખાસ્ત લાવવામાં આવી છે પરંતુ તેમાં માત્ર નાના વેપારીઓ અને ધંધાર્થીઓને જ દંડ કરવા માટે ની જાેગવાઈ કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનો સંગ્રહ કરતા અનેક ગોડાઉનો આવેલા છે અને તેનું ઉત્પાદન પણ કરવામાં આવે છે આવી ફેક્ટરીઓ અને ગોડાઉન ઉપર કાર્યવાહી કરવી જાેઈએ પરંતુ તેનો કોઈ કડક અમલ થતો નથી. શહેરના કાલુપુર, પ્રેમ દરવાજા સહિતના હોલસેલ સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે ત્યારે આવા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી માટેની દરખાસ્તની માંગ ઉઠી છે.

