Sports

મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ICC એ સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મંગળવારે આગામી મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી, જે ૧૨ જૂનથી ૫ જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડમાં યોજાવાનો છે. ગયા વર્ષે શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ ગયા મહિને નેપાળમાં T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર પૂર્ણ થયા બાદ હવે સંપૂર્ણ કાર્યક્રમની પુષ્ટિ કરવામાં આવી છે, કારણ કે બધી ૧૨ ટીમો હવે પુષ્ટિ થઈ ગઈ છે.

ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને ગ્રુપ છ માં મૂકવામાં આવ્યા હતા, અને હવે, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ ક્વોલિફાયરમાંથી તેમની સાથે જાેડાયા છે. દરમિયાન, બીજા ગ્રુપમાં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા છે, ક્વોલિફાયર ટીમો આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ તેમની સાથે ગ્રુપ મ્ માં જાેડાશે.

ટુર્નામેન્ટનો પ્રારંભ ઈંગ્લેન્ડ-શ્રીલંકા કરશે; પહેલા અઠવાડિયામાં ભારત-પાકિસ્તાન ટકરાશે

દરમિયાન, યજમાન ઈંગ્લેન્ડ ૧૨ જૂને એજબેસ્ટન ખાતે ટુર્નામેન્ટના ઓપનરમાં શ્રીલંકાનો સામનો કરશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ૧૩ જૂને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે બીજા ગ્રુપની શરૂઆત કરશે, જ્યારે ભારત ૧૪ જૂને રવિવારે એજબેસ્ટનમાં પાકિસ્તાન સામે ટકરાશે. બે સેમિફાઇનલ ૩૦ જૂન અને ૨ જુલાઈએ ઓવલ ખાતે રમાશે, જ્યારે ફાઇનલ ૫ જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

નેધરલેન્ડ્સ માટે પ્રથમ દેખાવ, ઇંગ્લેન્ડ-સ્કોટલેન્ડ વચ્ચે અંગ્રેજી ધરતી પર પ્રથમ મુકાબલો

નેધરલેન્ડ્સ ICC મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ દેખાવ કરવા માટે તૈયાર છે, જેમાં યોર્કશાયરની સ્ટેર કાલિસ જેવી ઉત્તેજક પ્રતિભા ધરાવતી ટીમ છે, જે વિશ્વ કક્ષાની ટીમો સામે પોતાની જાતને અજમાવશે. તેઓ ૧૭ જૂને હેડિંગ્લી ખાતે ભારત સામે અને ૨૦ જૂને હેમ્પશાયર બાઉલમાં ઓસ્ટ્રેલિયા સામેના મેચ સહિત મુશ્કેલ ગ્રુપ સ્ટેજ મેચોનો સામનો કરશે.

ઇંગ્લેન્ડ ૨૦ જૂને હેડિંગ્લી ખાતે સ્કોટલેન્ડ સામે ઐતિહાસિક મુકાબલામાં ટકરાશે – આ બંને દેશો ઇંગ્લેન્ડની ધરતી પર મહિલા કે પુરુષ વર્લ્ડ કપમાં પહેલી વાર ટકરાશે, અને આ બ્લોકબસ્ટર ગ્રુપ-સ્ટેજ મુકાબલામાં મોટી સંખ્યામાં દર્શકો ભાગ લેશે તેવી અપેક્ષા છે.

સંપૂર્ણ મેચ અહીં જુઓ:-

શુક્રવાર, ૧૨ જૂન: ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, એજબેસ્ટન ૧૮:૩૦ BST
શનિવાર, ૧૩ જૂન: સ્કોટલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૦:૩૦ BST
શનિવાર, ૧૩ જૂન: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૪:૩૦

BST

શનિવાર, ૧૩ જૂન: વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, હેમ્પશાયર બાઉલ ૧૮:૩૦ BST
રવિવાર, ૧૪ જૂન: બાંગ્લાદેશ વિરુદ્ધ નેધરલેન્ડ્સ, એજબેસ્ટન ૧૪:૩૦ BST
રવિવાર, ૧૪ જૂન: ભારત વિરુદ્ધ પાકિસ્તાન, એજબેસ્ટન ૧૪:૩૦ BST
મંગળવાર, ૧૬ જૂન: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, હેમ્પશાયર બાઉલ ૧૪:૩૦ BST
મંગળવાર, ૧૬ જૂન: ઇંગ્લેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, હેમ્પશાયર બાઉલ ૧૮:૩૦ BST
બુધવાર, ૧૭ જૂન: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ, હેડિંગ્લી ૧૦:૩૦ BST
બુધવાર, ૧૭ જૂન: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ, હેડિંગ્લી ૧૪:૩૦ BST
બુધવાર, ૧૭ જૂન: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાકિસ્તાન, એજબેસ્ટન ૧૮:૩૦ BST
ગુરુવાર, ૧૮ જૂન: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સ્કોટલેન્ડ, હેડિંગ્લી ૧૮:૩૦ BST
શુક્રવાર, ૧૯ જૂન: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, હેમ્પશાયર બાઉલ ૧૮:૩૦ BST
શનિવાર, ૨૦ જૂન: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નેધરલેન્ડ્સ, હેમ્પશાયર બાઉલ ૧૦:૩૦ BST
શનિવાર, ૨૦ જૂન: પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, હેમ્પશાયર બાઉલ ૧૪:૩૦ BST
શનિવાર, ૨૦ જૂન: ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ, હેડિંગ્લી ૧૮:૩૦ BST
રવિવાર, ૨૧ જૂન: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રીલંકા, બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ ૧૦:૩૦ BST
રવિવાર, ૨૧ જૂન: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૪:૩૦ BST
મંગળવાર, ૨૩ જૂન: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ ૧૦:૩૦ BST
મંગળવાર, ૨૩ જૂન: શ્રીલંકા વિરુદ્ધ આયર્લેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ ૧૪:૩૦ BST
મંગળવાર, ૨૩ જૂન: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, હેડિંગ્લી ૧૮:૩૦ BST
બુધવાર, ૨૪ જૂન: ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૮:૩૦ BST
ગુરુવાર, ૨૫ જૂન: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૪:૩૦ BST
ગુરુવાર, ૨૫ જૂન: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ નેધરલેન્ડ્સ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ ૧૮:૩૦ BST
શુક્રવાર, ૨૬ જૂન: શ્રીલંકા વિરુદ્ધ સ્કોટલેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૮:૩૦ BST
શનિવાર, ૨૭ જૂન: પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ્સ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ ૧૦:૩૦ BST
શનિવાર, ૨૭ જૂન: વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ આયર્લેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ ૧૪:૩૦ BST
શનિવાર, ૨૭ જૂન: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, ધ ઓવલ ૧૮:૩૦ BST
રવિવાર, ૨૮ જૂન: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૦:૩૦ BST
રવિવાર, ૨૮ જૂન: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૪:૩૦ BST
મંગળવાર, ૩૦ જૂન: TBC વિરુદ્ધ TBC (સેમી ફાઇનલ ૧), ધ ઓવલ ૧૪:૩૦ BST
ગુરુવાર, ૨ જુલાઈ: TBC વિરુદ્ધ TBC (સેમી ફાઇનલ ૨), ધ ઓવલ ૧૮:૩૦ BST
રવિવાર, ૫ જુલાઈ: TBC વિરુદ્ધ TBC (ફાઇનલ), લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ૧૪:૩૦ BST