Gujarat

બહિયલમાં ૨૦ કિલો ગૌમાંસ સાથે ત્રણ ઝડપાયા

સ્થાનિકોના હોબાળા બાદ પોલીસનો દરોડો, ઘરને જ કતલખાનું બનાવી દીધું હતું

થોડા દિવસ પહેલા જ કોમી હિંસાના કારણે ચર્ચામાં આવેલા ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ઘરમાં ધમધમતા કતલખાના પર દરોડો પાડી પોલીસે ૨૦ કિલો ગૌમાંસ સાથે ત્રણ શખસોને ઝડપી પાડ્યા છે. ઘરમાં કતલખાનું ચાલતું હોવાની માહિતીના પગલે સ્થાનિકોએ હોબાળો મચાવતા પોલીસે ઘર પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ગૌમાંસના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા એક યુવક વાછરડું આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થોડા મહિના પહેલા જ દહેગામના બહિયલ ગામમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનાની ગંભીરતા પારખીને ખુદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગામમાં દોડી ગયા હતા. અને ફરીવાર કોમી સુલેહ શાંતિનો ભંગ થાય નહિ માટે કાયદો વ્યસ્થા જાળવવામાં કોઈ કચાસ નહીં રાખવા પોલીસને કડક શબ્દોમાં સૂચના આપી હતી. તો વિધાનસભામાં પણ બહિયલમાં ઁૈં કક્ષાના પોલીસ મથકની મંજૂરી આપી દેવાઈ છે .ત્યારે ગામમાં સતત પેટ્રોલિંગ અને બાઝ નજર રાખવાની સૂચનાઓ હોવા છતાં પોલીસના નાક નીચે ત્રણ શખ્સોએ ગૌવંશનું કતલ કરી નાખ્યું હોવાની ઘટના ઘટી ચુકી છે.

બહિયલ ગામમાં ગુજરાત કાંટાની પાસે રહેતા સાદાબ સજ્જાદભાઈ મલેકે ઘરને જ કતલખાનું બનાવી દીધું હતું. આની બુમરાણ ઉઠતા પોલીસ સાદાબના ઘરે દોડી ગઈ હતી. જ્યાં ઘરનો મુખ્ય અને પાછળનો દરવાજાે અંદરથી બંધ હતો. પરંતુ ઘરમાં કટીંગનો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હોવાથી પોલીસે દરવાજાે ખોલાવ્યા હતો.જાેકે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. ઘરના પાછળના રૂમમાં વચ્ચે પાથરણામા માંસ પડેલ હતુ અને ત્યાં માસુમ દેખાતા ત્રણ ઇસમો છરીઓ સાથે મળી આવ્યા હતા.

આ ઘટનાના પગલે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ રોષની લાગણી વરસાવી રહ્યા હતા. ત્યારે સ્થિતિ વણસે એ પહેલા તાત્કાલિક લોડીંગ રિક્ષા મંગાવી માંસનો જથ્થો સહિતના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોને પોલીસ બહિયલ આઉટ પોસ્ટ લઈ ગઈ હતી. બાદમાં ત્રણેયની પૂછતાછમાં તેમણે પોતાના નામ સાદાબ સજ્જાદભાઇ મીરૂમીયા મલેક (ઉ.વ.૧૯), મોઇન મુસ્તાકભાઇ ઉર્ફે મુસ્તુફામીયા ઇબ્રાહીમભાઇ સિપાઇ (ઉ.વ.૨૧) અને મહંમદપરવેજ જાકીરહુસેન નજીરહુસેન કુરેશી (ઉ.વ.૧૯) હોવાનું જણાવ્યું હતું. ત્યારે પશુ ચિકિત્સક પાસે માંસના જથ્થાનું પરીક્ષણ કરાવતા ગૌમાસ હોવાનું પુરવાર થયું હતું. જેના પગલે ત્રણેયની કડકાઈથી પૂછતાછ કરતાં બહિયલ ગામનો જ સાહિદ હનીફભાઈ અરબ ગાયનું વાછરડું આપી ગયો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે ગૌમાંસના જથ્થાનો નાશ કરી ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.