અમદાવાદમાં પશ્ચિમ ભારતનું પ્રથમ રશિયન કલ્ચરલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ભાષા સાહિત્ય ભવન ખાતે રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રશિયન એમ્બેસીના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ ભાષા ભવનમાં બનાવવામાં આવેલા રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ નિહાળી હતી.
શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ થશે. વિદ્યાર્થીઓ સહિત નાગરિકો રશિયન સેન્ટરમાં રશિયાની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી શકશે. રશિયન ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સાંસ્કૃતિક પરંપરાઓના અભ્યાસ માટે કાર્યરત રહેવાનું છે. આ કેન્દ્ર રશિયન ભાષા શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇતિહાસ, શૈક્ષણિક ચર્ચા-વિમર્શ અને સહયોગી પહેલો વગેરે વિદ્યાર્થીઓ, સંશોધનકર્તાઓ, તથા શિક્ષણવિદો કેન્દ્રમાં સેવા આપશે. તેમજ આગામી સમયમાં નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ભારતમાં પ્રથમ રશિયન કલ્ચરલ સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે. અપેક્ષા એવી છે કે ઋષિ અને ભારતીય કલ્ચરલ ઘણું સમાન છે. ભાષામાં પણ ઋષિ અને સંસ્કૃત ભાષામાં ઘણો મેલ જાેવા મળ્યો છે. જેથી આવું કલ્ચરલ સેન્ટર ઊભું કરવાથી એક બીજાના દેશના સંબંધો મજબૂત થાય તેમજ તેની સાથે આગળ ઓળખાણ થાય તે જરૂરી છે. ઘણા બધા ભારતીય વિદ્યાર્થી રશિયામાં મેડિકલ અને એન્જિનિયરિંગ ભણવા માટે જાય છે.
વધુમાં કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, કેવી રીતે ઋષિ કલ્ચર ભારતીય કલ્ચરને સમૃદ્ધ કરે તે દ્રષ્ટિએ રશિયન કલ્ચરલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. રશિયાથી ફેકલ્ટી અહીંયા આવશે અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે. તે લોકો અહીંયા આવશે અને જાત જાતના પ્રોગ્રામ ગોઠવશે. ત્યાંના પ્રસિદ્ધ ગાયક અને નૃત્ય માટે પણ વર્કશોપ ગોઠવીને વિદ્યાર્થીઓ શીખી શકે તે માટેની તાલીમ આપવામાં આવશે. ત્યાંથી પ્રોફેસર અને ફેકલ્ટી આવશે ત્યારબાદ જે કોર્સ શરૂ થશે તેની વિગતો પણ જાહેર કરવામાં આવશે.

