બટન દબાવો અને અનાજ લઇ લો…. જેમ છ્સ્માંથી રૂપિયા નીકળે છે તેવી જ રીતે હવે ગુજરાતમાં છ્સ્માંથી ૨૪ કલાક અનાજ પણ મળી શકશે. આ મશીનનું નામ અન્ન પૂર્તિ ગ્રેઇન છ્સ્ છે. લોકોએ કલાકો સુધી રેશનિંગની દુકાન બહાર લાઇનમાં ઊભું રહેવું નહીં પડે. આ મશીન આજે કલોલમાં ખુલ્લું મુકાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત એક એવી વ્યવસ્થા ચાલુ કરી છે.
જેમાં ઊઇ કોડ સ્કેન કરવાથી રેશનકાર્ડ ધારકને અનાજ મળી રહેશે. આ બન્ને સિસ્ટમ શું છે અને કેવી રીતે કામ કરે છે તે જાણવા દિવ્ય ભાસ્કરે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધાર સાથે વાતચીત કરીને વધુ માહિતી મેળવી હતી.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના ૮૧ કરોડ લોકોને સરકાર વિના મૂલ્યે રાશન આપે છે. કેન્દ્ર સરકાર દર મહિને ઘઉં અને ચોખા આપે છે.
જ્યારે રાજ્ય સરકાર રાહત દરે તુવેરની દાળ, ચણા, ખાંડ અને મીઠું આપે છે.હવે ગુજરાત સરકાર રાશન કાર્ડધારકોને વસ્તુઓ મળી રહે તે માટે અન્ન પૂર્તિ ગ્રેઇન છ્સ્ મશીન મૂકશે. આ મશીનમાંથી લાભાર્થીને પેકિંગ કરેલું અને લૂઝ એમ બન્ને પ્રકારનું અનાજ મળી શકશે. માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજનું વિતરણ થશે. જે વજન, મૂલ્ય અને ગુણવત્તાની દ્રષ્ટિએ સંપૂર્ણ સચોટ હશે. આ મશીન ૨૪ કલાક ચાલુ રહેશે. ગાંધીનગરના કલોલમાં આજથી તેની શરૂઆત કરાશે. કલોલમાં રેશન કાર્ડધારકો માટે મૂકાનારા આ મશીનને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખૂલ્લું મૂક્યું હતું.
દરેક વસ્તુના પેકેટના અલગ અલગ ખાના રહેશે. એક વસ્તુ માટે ૨૦૦ કિલોની કેપેસિટી છે. મશીન ખાલી થઇ જાય પછી જ નવા પેકેટ મુકવા તેવું જરૂરી નથી. થોડા પેકેટ બચેલા હોય ત્યારે તેને અપલોડ કરી શકાય છે. કેન્દ્ર સરકારના ઘઉં અને ચોખા છુટક મળે છે. જ્યારે રાજ્ય સરકારનું અનાજ પેકિંગમાં મળશે તેથી બન્ને પ્રકારના વેન્ડિંગ મશીન મુકવામાં આવશે. લાભાર્થીના ડેટા બેઝ સાથે મશીનનો સોફ્ટવેર ઇન્ટિગ્રેટ કરાશે. જેથી લાભાર્થીની વિગતો મળી જાય.
જે લાભ મળવાનો હોય તે પ્રમાણે લાભાર્થી જે પણ સિલેક્ટ કરે તે વસ્તુઓ સીધી વેન્ડિંગ મશીનથી તેને મળી જશે.કલોલ બાદ તબક્કાવાર ગુજરાતના બીજા જિલ્લાઓમાં આવા મશીન મુકાશે. કલોલમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશનના ગોડાઉન ખાતે આ મશીન મુકવાનું નક્કી કરાયું છે. કેમ કે તેની આજુબાજુ સસ્તા અનાજની ૬ દુકાનો છે એટલે તે સ્થળને પસંદ કર્યું છે. જ્યારે અન્ય શહેરોમાં ગોડાઉન સિવાયની જગ્યાઓ પણ પસંદ કરાશે.

