આજે રાજ્યમાં ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી, પરંતુ આ ઉજવણી વચ્ચે રાજ્યમાં ઈમરજન્સી કેસોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીના મળેલા આંકડાઓ મુજબ, સમગ્ર રાજ્યમાં ઈમરજન્સી સેવાઓ પર ભારણ વધ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં કુલ 3,796 ઈમરજન્સી કેસો નોંધાયા છે.
સામાન્ય દિવસો કરતા ઈમરજન્સી કેસોમાં ઉછાળો સામાન્ય દિવસોમાં સરેરાશ 3,266 કેસો નોંધાતા હોય છે, જેની સરખામણીએ આજે 530 વધુ કેસો નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કુલ 16.22% નો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 723 કેસો સાથે યાદીમાં સૌથી વધુ છે. સુરતમાં કેસોમાં ધરખમ 50.93%નો વધારો નોંધાયો છે (કુલ 455 કેસ). અરવલ્લીમાં ટકાવારીની દ્રષ્ટિએ અરવલ્લીમાં સૌથી વધુ 63.39%નો ઉછાળો જોવા મળ્યો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, મોરબી, તાપી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ સામાન્ય દિવસો કરતા વધુ ઈમરજન્સી કેસો સામે આવ્યા છે.
તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી કેટલાક જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, આણંદ અને સુરેન્દ્રનગરમાં સામાન્ય દિવસો કરતા કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. તહેવારના દિવસે માર્ગ અકસ્માતો, મારામારી અને અન્ય તબીબી ઈમરજન્સીને કારણે આ આંકડો વધ્યો હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

