Gujarat

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક

ગુજરાતમાં નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. આ સંદર્ભે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. માહિતી મુજબ રાજ્યના અનેક મહત્વના પ્રોજેક્ટો અને ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા થવાની છે. બંને નેતાઓ આજે સવારે દિલ્હી જવા રવાના થશે અને બેઠક દરમિયાન પાર્ટી હાઇકમાન્ડ સાથે ચૂંટણી પૂર્વેની વ્યૂહરચના તથા સંગઠનાત્મક મુદ્દાઓ પર વિચારણા કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગતિવિધિઓ તેજ બનતી જાેવા મળી રહી છે.

રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની આપ અને કોંગ્રેસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ સાત કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. માર્ચ મહિનામાં ઉમેદવારોની પસંદગી પણ કરી લેવામાં આવે તેવી શક્યતા છે. આપ દ્વારા પણ ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે

રાજ્યની ૬ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થતા વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અધિકારીઓની બદલીના આદેશો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ગમે ત્યારે સ્થા્નિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.