અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓની વેઇટિંગ લિસ્ટ ચિંતાજનક રીતે લાંબી થઈ રહી છે. તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, જેમાંથી અમદાવાદમાં જ 2322 દર્દીઓ સમાવિષ્ટ છે. વર્લ્ડ કિડની ડે નિમિત્તે ડૉક્ટરો દ્વારા આ વધતી સમસ્યા અંગે ચેતવણી આપવામાં આવી છે અને લોકોને પોતાની જીવનશૈલી સુધારવા માટે લોકોને અપીલ કરી છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં હાલમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં છે, જેમાંથી માત્ર અમદાવાદમાં જ 2322 દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે.
આ આંકડા દર્શાવે છે કે કિડનીની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે, જ્યારે યોગ્ય ડોનર સમયસર અવેલેબલ હોતા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં કિડની ફેલ્યોરના કેસોમાં વધારો થતાં ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ડૉક્ટર પ્રાંજલ મોદીનું કહેવું છે કે દર્દીઓ વધી રહ્યા છે, પરંતુ કિડની દાતાઓની સંખ્યા તે પ્રમાણે વધી રહી નથી.

