મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક 14 વર્ષ 5 માસની સગીરાને લગ્નની લાલચ આપી-ફોસલાવી ગામમાં આવેલા એક મંદિર પાછળ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં સગીરા ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે ભોગ બનનારની માતાએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ પીડિત સગીરાની માતા જ્યારે મજૂરી અર્થે જતી હતી ત્યારે સગીરા ગામના મહાકાળી માતાના મંદિર પાસે માતાની પરત આવવાની રાહ જોઈને બેસતી હતી. આ સમયનો લાભ ઉઠાવી ગામના જીગરજી ઉર્ફે જીગો વિષ્ણુજી ઠાકોર નામના શખ્સે સગીરા સગીરવયની હોવાનું જાણવા છતાં તેને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મહાકાળી માતાના મંદિરથી વેરાઈ માતાના મંદિરના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં અવાર-નવાર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

