દુમાડ પાસે કારને ટક્કર મારી ભાગેલા અમદાવાદના બે ડૉક્ટર અને ઇજનેર સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલાતમાં પકડાયા હતા.
જનરક્ષક પોલીસના વાહનને વિકાસ પટેલે મંગળવારે જાણ કરી હતી કે, સમા સાવલી રોડ આઈઓસીએલ પેટ્રોલ પંપની સામે એક શખ્સ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક કારમાં ત્રણ જણા મળી આવ્યા હતા.
પોલીસે તપાસ કરતા તે ત્રણેયે દારૂ પીધો હોવાનું જણાયું હતું. અકસ્માત થયો હોવાથી તેમની કાર પણ ચાલે તેવી સ્થિતિમાં રહી નહોતી.
કારમાંથી અમદાવાદના ઇજનેર પરાગ ચૌહાણ, અને બે તબીબ ડો.અંકુર ચૌહાણ, ડો.ધૈર્ય આચાર્ય દારૂ પીધેલા પકડાયા હતા. અમદાવાદથી મિત્રના લગ્નમાં વડોદરા આવતાં કારમાં જ દારૂ પીધો હોવાનું પોલીસનું અનુમાન છે.

