બોટાદ શહેરના વોર્ડ નંબર 9 માં આવેલા લુહાર શેરી/અવેડા ગેટ વિસ્તારમાં પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપ પ્રમુખ નીરૂબેન ત્રાસડીયા, કારોબારી ચેરમેન જયશ્રીબેન, કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ, કોર્પોરેટરના પ્રતિનિધિ હરેશભાઈ પંચાળા, પૂર્વ બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ શહેર ભાજપ મહામંત્રી હરેશભાઈ પીઠવા, હર્ષ શાહ અને ઉત્સવ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
લુહાર શેરીના મોટી સંખ્યામાં રહીશો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પ્રમુખ, ઉપ પ્રમુખ, કોર્પોરેટરો અને અન્ય આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

