બોટાદ શહેર વોર્ડ નં- 11ઢાંકણિયા રોડ પર આવેલ બાપા સીતારામ નગર અને તુલસીનગર – 2 ના રહીશો પીવાના પાણી અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. જેને લઇ આ વિસ્તારના રહીશોમા તંત્ર સામે રોષની લાગણી જન્મી છે.આ વિસ્તારના સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં આ પ્રશ્ન એ કોઈ હલનહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે
સોસાયટીમાં પાકા રોડના અભાવે લોકોને ધૂળીયા માર્ગો પરથી અવરજવર કરવી પડે છે ચોમાસા માં આ રસ્તાઓ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આ વિસ્તારોમાં પીવાના પાણી માટે પણ કોઈ નિયમિત વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને પાણી માટે વલખાં મારવા પડે છે ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે.
સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયોછે કે આ બાબતે અનેકવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઈ છે છતાં નિરાકરણ નહિ આવતા અનેક મહિલાઓએ બેડા સાથે વિરોધ કર્યો હતો. તંત્ર વારંવાર માત્ર આશ્વાસન આપે છે આ બાબતે સંજયભાઈ ચેખલિયા એ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાય છે, મચ્છરનો ઉપદ્રવ રહે છે છોકરાઓ માંદા પડે છે, પીવાનું પાણી દૂર દૂરથી લેવા જવું પડે છે ટેન્કર મંગાવવા પડે છે આઠ નવ વર્ષથી આ સમસ્યા છે આ બાબતે તંત્રને વારંવાર જાણ કરેલી પરંતુ માત્ર આશ્વાસન મળે છે.

