ધ્રોલ નજીક આવેલા હરીપર-પીયાવા ગામની ચોકડી પાસે બે સોલાર પ્લાન્ટમાંથી રૂ.2.40 લાખની કિંમતનો 12 હજાર કોપરવાયરની ચોરી થઈ હતી. જે ચોરીના આધારે ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી.રાઠોડ તેમજ ટીમના એમ.એમ.કુભારવાડીયા તેમજ કમાન્ડ કંન્ટ્રોલ રૂમના પીએસઆઈ બી.બી.સિંગલ સહિતનાએ તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી કેમેરાઓ ચેક કરીને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આરોપીઓ કારમાં વાયરની હેરાફેરી કરતા હોવાનું કેદ થયું હતું.
જેથી પોલીસે કારને આંતરી લીધી હતી અને કારની તલાસી લેતાં તેમાંથી 125 કિલો ભરેલા વાયર સાથે જામનગરના બેડેશ્વરમાં રહેતો બશીર હનીફ ચૌહાણ, સિક્કાનો આરીફ ઈશાભાઈ તાયાણી, સરમતનો અસલમ ઈશાભાઈ તાયાણી, સિક્કાનો આશીફ હારૂન મેપાણી અને જામનગરના બેડેશ્વરનો બશીર હનીફભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. તેના કબજામાંથી રૂ.3 લાખની કિ઼મતની કાર તેમજ ચોરાઉ બળેલ 125 કિલો કોપર વાયર રૂ.1,25,000ની કિંમતનો તેમજ રૂ.20 હજારની કિંમતના 4 મોબાઈલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો મળીને કુલ રુ.4,45,170નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

