Gujarat

જામનગર લૂંટના કુખ્યાત આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટમાં કુખ્યાત શખ્સો વિરુધ્ધ પાસા કરવાની શરૂઆત થઇ ચુકી છે. જેમાં આણંદના સોજીત્રા તાલુકાના વતની અમીર અસલમભાઈ વોરા (ઉ.વ.32) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજૂરી આપી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી કરી આરોપી આમીર વોરાને પાસા હેઠળ જામનગર જેલહવાલે કર્યો છે.

સેલ્ફ ડ્રાઈવથી કાર ભાડે મેળવી વાહન બરોબર વેચી દઇ છેતરપિંડી આચરવાના ગુનાઓમાં માસ્ટર આમિર સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ માલવિયાનગર, તાલુકા, પોલીસ સ્ટેશન તેમજ ખેડા વડોદરા અમદાવાદ ગ્રામ્યના બાવળા અને સોજીત્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.