Gujarat

દ્વારકામાં શિવગંગા ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા-કુંડાનું વિતરણ

દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. 6 એપ્રિલ, 2026, સોમવારના રોજ સાંજે 5:30 વાગ્યે હોટેલ શિવ સામે, ત્રણબતી ચોક, દ્વારકા ખાતે યોજાશે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે, જે પક્ષીઓ પ્રત્યેની સેવાભાવના દર્શાવે છે. સંસ્થા દ્વારા દ્વારકાના તમામ પક્ષીપ્રેમીઓને આ નિઃશુલ્ક વિતરણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.