સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી “ટગ ઓફ વોર” (રસાખેંચ) ટુર્નામેન્ટની ટીમમાં ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓમાં પરમાર હિરલ કાંતિલાલ, જાડેજા મજબુતસિંહ ક્રિષ્નસિંહ અને વાઘેલા ક્રિષ્નસિંહ જયેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.
આ પસંદગી પામેલા ખેલાડીઓ 07 એપ્રિલ, 2026 થી 10 એપ્રિલ, 2026 દરમિયાન યુનિવર્સિટી ઓફ કલીકટ, મલાપુરમ (કેરળ) ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.

કોલેજના પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવી ઓઝા, મેનેજમેન્ટના સભ્યો અને સમગ્ર સ્ટાફ પરિવારે આ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ પાઠવી છે.

