નિફ્ટી પણ ૨૨૨ અંક નીચે ૨૩,૭૭૫ પર આવ્યો
શેરબજારમાં આજે એટલે કે ગુરુવારે ઘટાડો જાેવા મળ્યો. સેન્સેક્સ ૯૩૧ પોઈન્ટ (૧.૨૦%) ઘટીને ૭૬,૬૩૧ ના સ્તરે બંધ થયો. નિફ્ટી પણ ૨૨૨ પોઈન્ટ (૦.૯૩%) ઘટીને ૨૩,૭૭૫ પર આવી ગયો. આજે ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલી જાેવા મળી.
બજારમાં ઘટાડાના ૩ કારણો
ભૌગોલિક રાજકીય તણાવ: લેબનોન પર હુમલા પછી ઈરાન-અમેરિકા વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધવિરામ રહેવાની આશાઓ ઓછી થઈ ગઈ છે. આનાથી રોકાણકારોમાં ભય પેસી ગયો છે.
ક્રૂડ ઓઈલની વધતી કિંમતો: હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ ટેન્કરોની અવરજવર હજુ પણ શરૂ થઈ શકી નથી. આનાથી તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે અને બજારમાં ઘટાડો થયો છે.
પ્રોફિટ બુકિંગ: અમેરિકા અને ઈરાન વચ્ચે ૨ અઠવાડિયાના યુદ્ધવિરામ પછી ગઈકાલે ભારતીય બજારમાં લગભગ ૪% નો ઉછાળો આવ્યો હતો. આ કારણે લોકો આજે નફો બુક કરી રહ્યા છે.
એશિયન બજારોમાં ઘટાડો
ઇન્ડેક્સ લેવલ પોઇન્ટ બદલાવ ટકાવારી ફેરફાર
કોસ્પી (સાઉથ કોરિયા) ૫૭૭૮ -૯૪ -૧.૬૧%
નિકેઈ (જાપાન) ૫૫૮૯૫ -૪૧૩ -૦.૭૩%
હેંગસેંગ (હોંગકોંગ) ૨૫૭૫૨ -૧૪૧ -૦.૫૪%
શાંઘાઈ કમ્પોઝિટ (ચીન) ૩૯૬૬ -૨૯ -૦.૭૨
અમેરિકી બજારમાં ૮ એપ્રિલે તેજી જાેવા મળી
ઇન્ડેક્સ લેવલ પોઇન્ટ બદલાવ ટકાવારી બદલાવ
ડાઉ જાેન્સ ૪૭૯૧૦ ૧૩૨૫ ૨.૮૫%
નાસ્ડેક ૨૨૬૩૫ ૬૧૭ ૨.૮૦%
જીશ્ઁ ૫૦૦ ૬૭૮૩ ૧૬૬ ૨.૫૧%
ગઈકાલે સેન્સેક્સ ૨૯૪૬ પોઈન્ટ વધીને બંધ થયો હતો
અમેરિકા અને ઈરાન વચ્ચે ૨ અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ગઈકાલે ૮ એપ્રિલે શેરબજારમાં તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ ૨૯૪૬ પોઈન્ટ (૩.૯૫%) વધીને ૭૭,૫૬૩ પર બંધ થયો. નિફ્ટીમાં પણ ૮૭૪ પોઈન્ટ (૩.૭૮%) નો વધારો જાેવા મળ્યો, તે ૨૩,૯૯૭ પર બંધ થયો.

