ભાવનગર જિલ્લાના મહુવામાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દુલાભાઈ ભાલીયા પર હુમલો થયો છે. આ ઘટના રાત્રિના સમયે વિજય ઉત્સવ દરમિયાન બની હતી.
દુલાભાઈ ભાલીયાએ ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પરિણામમાં મહુવાની નૈપ બેઠક પરથી કનુભાઈ બાંભણીયા વિજેતા બન્યા હતા, જે બાદ વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો.
આ ઉજવણી દરમિયાન દુલાભાઈ ભાલીયાના ઘર બહાર ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આરોપ મુજબ, જ્યારે તેમણે દરવાજો ખોલ્યો, ત્યારે અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો.

આ ઘટના અંગે દુલાભાઈ ભાલીયાએ મહુવા ગ્રામ્ય પોલીસને જાણ કરી છે. પોલીસે તેમની અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

