Gujarat

CSC સેન્ટરના કર્મચારીએ આધાર કાર્ડમાં 240 લોકોના ફોન નંબર બદલીને કરોડોનું કૌભાંડ કર્યું

ફેકટરી માલિકની જાણ બહાર એઆઈ ટેકનોલોજીની મદદથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલીને કરવામાં આવેલા કૌભાંડમાં સાઈબર ક્રાઈમે 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી 3 તો આધાર કાર્ડ માટે કામ કરતા સરકારના સીએસસી સેન્ટર સાથે સંકળાયેલા માણસો છે. આ ટોળકીએ 1 જ વર્ષમાં આ રીતે 240 લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલીને રાજ્યમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે.

ટોળકીએ મોબાઈલ નંબર બદલી કાઢતાં ઓટીપી નવા નંબર જતાં ડીજી લોકરના એક્સેસ મેળવી બેન્ક એકાઉન્ટ, ઈ-મેઈલ સહિતના એક્સેસ મેળવી લીધા હતા. લોન લેવા માટે પ્રયાસ કર્યો પણ એપ્રુવ ન થઈ. માત્ર 26 હજારની લોન લીધી હતી.

સાઈબર ક્રાઈમના ડીસીપી ડો.લવીના સિંહાએ જણાવ્યું કે આધાર કાર્ડમાં ચેન્જ કરવાની સિસ્ટમમાં બાયોમેટ્રિક લોક કરવાની સગવડ છે. દરેક વ્યકિત મોબાઈલમાં તે સિસ્ટમ એક્ટિવ કરે તો કોઈ પણ વ્યક્તિ તેમના આધારમાં કશું બદલી શકે નહીં. 4 આરોપી પૈકી કનુભાઈ સીએસસી સેન્ટર ધરાવે છે ની મદદથી આ કૌભાંડ આચર્યું હતું.

ગુગલ પ્લે સ્ટોર અથવા તો એપલ એપ સ્ટોર પરથી એમએઆધાર એપ ડાઉન લોડ કરો.

આધાર નંબર અથવા તો કયુઆરકોડ સ્કેન કરીને પ્રોફાઈલ રજીસ્ટર કરો.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવેલો ઓટીપી દાખલ કરો.

સ્ટેપ 2 : પ્રોફાઈલ પસંદ કરો.

લોગઈન કર્યા પછી તમારુ નામ – ફોટો દેખાશે તેના ઉપર ક્લિક કરો અને 4 અંકડનો પિન દાખલ કરો.

સ્ટેપ 3 : બાયોમેટ્રિક લોક વિકલ્પ પસંદ કરો.

નીચે સ્ક્રોલ કરવાથી બાયોમેટ્રિક લોકનો વિકલ્પ મળશે તેના ઉપર ક્લિક કરો.

સ્ટેપ 4 : લોક અનેબલ કરો.

તમને મેસેજ દેખાશે. જેમાં પૂછવામાં આવશે કે તમે બાયોમેટ્રિક લોક કરવા માંગો છો. તેમાં અનેબલ બાયોમેટ્રિક બટન ઉપર ક્લિક કરો.

સ્ટેપ 5 : સિકયોરિટી કેપ્ચર અને ઓટીપી

સ્ક્રીન ઉપર દેખાતો સિકયોરીટી કેપ્ચર કોડ દાખલ કરો, રિકવેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરો. જેથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે દાખલ કરીને વેરિફાય અથવા તો સબમીટ કરો.

સ્ટેપ 6 : સફળતા પૂર્વક લોક

સ્ક્રીન ઉપર યોર બાયોમેટ્રિક ઈઝ લોકડ. તેવો મેસેજ આવશે, એપમાં પ્રોફાઈલમાં લાલ રંગનું લોકનું ચિહ્ન દેખાશે.