Gujarat

મીની બસે લાકડા ભરેલા ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ

અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ હાઇવે પર ભાવડા પાટીયા પાસે વહેલી સવારે લાકડા ભરેલ ટ્રેકટર ટ્રોલીને મીની બસે ટક્કર મારતા ટ્રેકટર ટ્રોલીમાંથી છૂટું પડી રોડ સાઈડમાં ચઢી ગયું હતું.રોડ પર લાકડા વેરવિખેર થઈ ગયેલ ટ્રેકટર ભાગીને ભુક્કો થઈ ગયેલ.

મીની બસ ચાલકને સામાન્ય ઇજાઓ થતા મીની બસ મૂકી ફરાર થઈ ગયેલ.ટ્રેકટર ચાલકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામનો યુવાન પ્રકાશ શકરાભાઈ વાઘેલા વહેલી સવારે સાડા ચારની આસપાસ લાકડા ભરેલું ટ્રેકટર ટ્રોલી લઈ કુજાડ ગામ ખાતે લાકડાના કારખાને જતો હતો.

તે દરમિયાન અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ હાઇવે પર ભાવડા પાટીયા પાસે વ્હાઇટ મીની બસે ટ્રેકટર ને પાછળ ના ભાગેથી ટક્કર મારતા ટ્રોલીમાંથી ટ્રેકટર છૂટું પડી ફંગોળાઇ રોડની સાઈડમાં ચઢી જતા ટ્રેકટર ભાગીને ભુક્કો થઈ ગયેલ રોડ પર લાકડા વેરવિખેર થઈ ગયેલ.મીની બસના આગળના ભાગને વ્યાપક નુકશાન થયેલ,બસ ચાલકને પણ ઇજાઓ થયેલ. ટ્રેકટર ચાલક પ્રકાશભાઈ ટ્રેકટર પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા અજાણ્યા ઇસમે 108 ને કોલ કરી બોલાવી 108 મારફત પ્રકાશભાઈ ને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

જ્યાં ડોકટરોએ સારવાર અને તપાસ કરતા પ્રકાશભાઈને મગજ ના ભાગે ફેક્ચર, પેટના ભાગે તેમજ જમણા પગ ના પંજા નાભાગ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થયાનું જણાયુ હતું.

અકસ્માત અંગેની જાણ થતાં પ્રકાશભાઈના પરિવારજનો સિવિલ હોસ્પિટલ આવી પહોંચેલ જ્યાંથી વધુ સારવાર અર્થે નરોડા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તેમજ ટ્રેક્ટરને ટક્કર મારી મીની બસ અકસ્માત સ્થળે મૂકી ફરાર થઇ જનાર મીની બસ ચાલક વિરુદ્ધ કણભા પોલીસ માં ફરિયાદ દાખલ કરાઈ છે.