Gujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત, પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો ને કાળ ભેટ્યો

વડોદરા પાસેથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગત(6 જૂન) મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. સમિયાલા નજીક એક ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત નીપજ્યા 4 લોકો સારવાર હેઠળ છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના અંગે જોગેશ્વર બારડના જણાવ્યા મુજબ, મોડી રાત્રે તેમનો દીકરો અને તેનો પરિવાર ઇકો ગાડીમાં જઈ રહ્યા હતાં, તે દરમિયાન પાદરા રોડ તરફ કોઈ કારણસર અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોના મોત નીપજ્યા છે, જેમાં જોગેશ્વરભાઈનો દીકરો અને ગાડીનો ડ્રાઈવર પણ સામેલ છે.

કીના અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. તેના પત્ની પણ ગાડીમાં હતા, જેમને પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓ થવાથી હાલ પાદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.