કોડીનાર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ. ગેસ સહિતના ભાવમાં કરાઈ રહેલા વધારાને લઈ કોડીનાર મામલતદાર મારફત રાજ્યપાલને આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના સતત વધારો સરકાર દ્વારા કરાઈ રહ્યો છે. ત્યારે આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે તેમજ ખેડૂતોને જણસના અપૂરતા ભાવ મળી રહ્યાં છે તથા સમગ્ર દેશમાં નીટનું પેપર ફૂટતા25 લાખ વિધાર્થીનું ભવિષ્ય રોળાયું છે. તો સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ ગેસમાં તુરંત ઘટાડો કરવા અને 25 લાખ વિધાર્થીના સપના પર પાણી ફેરવનારને કડક સજા મળે તેવી માંગણી સાથે કોડીનાર તાલુકા કોગ્રેસ પ્રમુખ પિન્ટુ સિંહ બારડ, તાલુકા પંચાયતનાં સદસ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા મામલતદાર મારફત રાજ્યપાલને આવેદન પાઠવાયું હતું. .

