દિલ્હી-ચેન્નઈ હાઈ ડેન્સિટી નેટવર્ક પર ફ્રેઇટ વહન ક્ષમતા વધારવા અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ૧૪ કિમીનો ડબલિંગ પ્રોજેક્ટ
રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને માલસામાન (ફ્રેઇટ)ની હેરફેરમાં સુધારો કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતીય રેલવેએ ?૨૨૮ કરોડના પૂર્ણાહુતિ ખર્ચે મહારાષ્ટ્રમાં તાડલી-ઘુગુસ રેલવે સેક્શન (૧૪ કિમી) ના ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રેલવે નેટવર્કની ક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે ડબલિંગ/ટ્રિપલિંગ/ક્વાડ્રૂપ્લિંગ/ફ્લાયઓવર/બાયપાસ કાર્યો માટેના અમ્બ્રેલા વર્ક્સ હેઠળ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
તાડલી-ઘુગુસ સેક્શન હાલમાં વર્ધા-બલ્હારશાહ સેક્શન પર આવેલો સિંગલ-લાઇન સેક્શન છે, જે દિલ્હી-ચેન્નઈ હાઈ ડેન્સિટી નેટવર્ક (ૐડ્ઢદ્ગ) રૂટનો એક ભાગ છે. આ ડબલિંગ કાર્ય ટ્રેન કામગીરીમાં સુધારો કરવા અને આ મહત્વપૂર્ણ રૂટ પર વધતી ફ્રેઇટ માંગને પહોંચી વળવામાં મદદ કરશે.
આ સેક્શન મુખ્યત્વે માલસામાનની હેરફેર માટેનું છે અને કોલસો, લોખંડની અયસ્ક, જીપ્સમ, આઈઓબીટી પીઓએલ, રેતી અને લેટેરાઈટ રાખ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર કરે છે. હાલની લાઇન ક્ષમતા વધવાની અપેક્ષા હોવાથી, આ ડબલિંગ પ્રોજેક્ટ ખૂબ જ જરૂરી અતિરિક્ત ક્ષમતા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવા પર વાર્ષિક ૪.૫ મિલિયન ટન (સ્ઁછ) અતિરિક્ત ટ્રાફિકને સુગમ બનાવશે તેવી અપેક્ષા છે, જે ફ્રેઇટ વહન ક્ષમતાઓને મજબૂત બનાવશે અને આ પ્રદેશમાં આર્થિક વિકાસને ટેકો આપશે.
તાડલી-ઘુગુસ સેક્શનનું ડબલિંગ ક્ષમતા વધારવા, ફ્રેઇટ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને દેશભરમાં મહત્વપૂર્ણ રેલ કોરિડોરને મજબૂત કરવા પર ભારતીય રેલવેના સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.

