Gujarat

અમદાવાદના દાણીલીમડામાં મનપા. ના વાહનની પાછળ મોપેડ ધડાકાભેર અથડાતા ચાલકને ગંભીર ઈજા

શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા વૈકુંઠધામ મંદિર નજીક એક બેફામ ટુ વ્હીલર અચાનક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનની પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં મોપેડચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત અંગે પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના દાણીલીમડા વૈકુંઠધામ મંદિર પાસેના રોડ પરથી પસાર થઈ રહેલી એક મોપેડના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા છસ્ઝ્રના વાહનની પાછળના ભાગે જાેરદાર ધડાકા સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોપેડચાલક રોડ પર પટાકાતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માત થતાજ આસપાસના સ્થાનિકો અને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. લોકોએ તુરંત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત મોપેડચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત સમયે છસ્ઝ્રનું વાહન રોડ સાઈડમાં પાર્ક કરેલું હતું કે ચાલુ સ્થિતિમાં હતું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે ઈજાનો ગુનો નોંધી ઘટનાના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે.