Delhi

દેશમાં હવેથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ બનશે

નવીદીલ્હી
ગ્રાહકોને ડર છે કે નવા ય્જી્‌ નિયમ હેઠળ તેમને ડિલિવરી માટે વધુ પૈસા ચૂકવવા પડશે. જાે કે ટૂંક સમયમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ પગલાની અંતિમ ગ્રાહકો પર કોઈ અસર થશે નહીં કારણ કે કોઈ નવો કર લાદવામાં આવ્યો નથી. જાેકે ઘણી વસ્તુઓ માટે ટેક્સના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકો પર કોઈ વધારાનો ટેક્સ લેવામાં આવશે નહીં અને કોઈ નવો ટેક્સ જાહેર કરવામાં આવ્યો નથી. પહેલા ટેક્સ રેસ્ટોરન્ટ દ્વારા ચૂકવવામાં આવતો હતો હવે ટેક્સ રેસ્ટોરન્ટને બદલે એગ્રીગેટર દ્વારા ચૂકવવામાં આવશે. ધારો કે તમે એક એપ પરથી ફૂડનો ઓર્ડર આપ્યો છે. અત્યારે રેસ્ટોરન્ટ તમારી પાસેથી પૈસા લઈ રહી છે અને આ ઓર્ડર પર ટેક્સ ચૂકવી રહી છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે ઘણી રેસ્ટોરન્ટ્‌સ ઓથોરિટીને ટેક્સ ચૂકવતી નથી. તેથી હવે આ પગલું ભરવામાં આવ્યું છે કે જે ફૂડ એગ્રીગેટર તમારું ફૂડ ઓર્ડર કરશે તે ગ્રાહક પાસેથી ટેક્સ વસૂલશે અને તે ઓથોરિટીને આપશે રેસ્ટોરન્ટને નહીં. આ રીતે કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. બીજી તરફ નાણામંત્રીએ કહ્યું કે ફૂડ ડિલિવરી એપ સ્વિગી અને જાેમાટોથી ફૂડ ઓર્ડર કરવા પર વધારાનો ટેક્સ લગાવવાનો પ્રશ્ન જ નથી. આ એપ્સ એ જ ટેક્સ વસૂલશે જે રેસ્ટોરન્ટ બિઝનેસ પર લાદવામાં આવે છે. ખાદ્યપદાર્થો અને પીણાઓમાં કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિન્ક વધુ મોંઘા બન્યા છે. તેના પર ૨૮% ય્જી્‌ અને ૧૨% કમ્પેન્સેશન સેસ લાગશે. અગાઉ તે માત્ર ૨૮%ના ય્જી્‌ને પાત્ર હતું. તેમજ આઈસ્ક્રીમ ખાવો મોંઘો થશે. તેના પર ૧૮% ટેક્સ લાગશે. મીઠી સોપારી અને કોટેડ એલચી હવે મોંઘી થશે. તે પહેલા ૫% ય્જી્‌ ને આધિન હતો જે હવે ૧૮% છે.ઝોમેટો અને સ્વિગી જેવી ઓનલાઈન એપ્લિકેશન આધારિત ફૂડ ડિલિવરી પ્લેટફાર્મો માટે હવે ૫ ટકા ય્જી્‌ આપવું પડશે. જીએસટી કાઉન્સિલની ૪૫મી બેઠકમાં ફૂડ-ડિલિવેરી કંપનીઓને ટેક્સના દાયરામાં લાવવા ર્નિણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ નાણાં મંત્રી ર્નિમલા સીતારમણને જણાવ્યું હતું કે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સે તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી રેસ્ટોરન્ટ સેવા પર ય્જી્‌ ચૂકવવો પડશે. આ ટેક્સ ઓર્ડરની ડિલિવરીના સ્થળે વસૂલવામાં આવશે. બીજી તરફ, કાર્બોરેટેડ ફ્રૂટ ડ્રિંક્સ અને જ્યુસ પર ૨૮ ટકા ૧૨ ટકા ય્જી્‌ લાગશે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ ર્નિણય ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી અમલમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *