નવીદીલ્હી
૨૫ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી કુલ ૪,૪૩,૧૭,૬૯૭ ૈં્ઇ ફાઇલ કરવામાં આવ્યા છે જેમાંથી ૧૧,૬૮,૦૨૭ ૈં્ઇ એ જ દિવસે ફાઇલ કરવામાં આવ્યા હતા. વિભાગે કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને સમયસર રિટર્ન ફાઈલ કરવાનું યાદ અપાવ્યું છે. વ્યક્તિગત ૈં્ઇ ફાઇલ કરવાની વિસ્તૃત સમયમર્યાદા ૩૧ ડિસેમ્બરે સમાપ્ત થાય છે. જાે તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તો શક્ય તેટલું જલ્દી કરો. અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નવા પોર્ટલ પર ૈં્ઇ કેવી રીતે ફાઇલ કરવું તે પણ જાણો કારણ કે પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. નવું પોર્ટલ પહેલા કરતા વધુ સરળ છે અને એકવાર તમે લોગીન થઈ જાઓ તો રિટર્ન ફાઈલ કરવામાં કોઈ સમસ્યા નહીં રહે.આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૨૫ ડિસેમ્બર સુધી, ૪.૪૩ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તેમાં ૨૫ ડિસેમ્બરે ૧૧.૬૮ લાખથી વધુ આવકવેરા રિટર્નનો પણ સમાવેશ થાય છે. એક ટ્વીટમાં આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ફાઇલ કરાયેલ કુલ રિટર્નમાંથી ૨.૪૧ કરોડથી વધુ ૈં્ઇ-૧ અને લગભગ ૧.૦૯ કરોડ ૈં્ઇ-૪ છે. આ રિટર્ન નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ (આકારણી વર્ષ ૨૦૨૧-૨૨) માટે ફાઇલ કરવામાં આવ્યા છે.