National

યુપી સરકારે મોટો ર્નિણય લેતા ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે આજીવન મફત બસ મુસાફરીને મંજૂરી આપી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કેબીનેટ દ્વારા મંગળવારે ૨૪ મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપી, જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે એક મુખ્ય કલ્યાણકારી પગલાનો સમાવેશ થાય છે. નવી મંજૂર થયેલી લોકમાતા અહિલ્યાબાઈ માતૃશક્તિ યોજના હેઠળ, ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત તમામ બસોમાં આજીવન મફત મુસાફરી માટે પાત્ર બનશે.

રાજ્ય પરિવહન મંત્રી દયાશંકર સિંહે જણાવ્યું હતું કે આ યોજના ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ઉત્તર પ્રદેશ રોડવેઝની તમામ બસોમાં મફત મુસાફરી કરવાની મંજૂરી આપશે. આ લાભ રાજ્યભરની એક કરોડથી વધુ મહિલાઓ સુધી પહોંચવાની અપેક્ષા છે. મહિલાઓ મુસાફરી કરતી વખતે મતદાર ઓળખ કાર્ડ અથવા આધાર કાર્ડ જેવા માન્ય ઓળખ દસ્તાવેજાે બતાવીને આ સુવિધાનો લાભ લઈ શકશે.

મહિલાઓ માટે યોગી સરકારની રક્ષા બંધનની ભેટ

આ ર્નિણય રક્ષા બંધન પહેલા લેવામાં આવ્યો છે અને તેને યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રાજ્યભરની મહિલાઓ માટે એક મોટી ભેટ તરીકે જાેવામાં આવી રહ્યો છે. આ પહેલનો હેતુ વૃદ્ધ મહિલાઓ માટે જાહેર પરિવહનને વધુ સુલભ બનાવવા અને મુસાફરી ખર્ચના બોજ વિના તેમને વધુ ગતિશીલતા પ્રદાન કરવાનો છે.