Gujarat

વંથલીમાં નલ સે જલ, સ્ટ્રીટ લાઈટ યોજનાનું લોકાર્પણ

વંથલી શહેરમાં “નલ સે જલ યોજના” હેઠળ પીવાના પાણીની લાઈનોના કામો અને “સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” અંતર્ગત એલઇડી સ્ટ્રીટ લાઈટ વિથ પોલના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માણાવદર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ લાડાણીના હસ્તે આ વિકાસકાર્યો ખુલ્લા મુકાયા હતા.

આ પ્રસંગે વંથલી નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડીયા, ચીફ ઓફિસર ધોળકિયા સાહેબ, કારોબારી ચેરમેન નીતાબેન કાચા, શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવા, પાટીદાર સમાજના અગ્રણી દીવાનભાઈ ત્રાંબડીયા અને મુસ્લિમ સમાજના અગ્રણી વલીભાઈ દલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, વંથલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો અને સાતલપુર ધાર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ તકે આગેવાનોએ જણાવ્યું હતું કે, આ વિકાસકાર્યો થકી વંથલી શહેરના નાગરિકોને વધુ સારી પાણી પુરવઠા વ્યવસ્થા અને આધુનિક સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ બનશે.