પાણી સંરક્ષણ અને વોટર સિક્યોર ભારતના નિર્માણ માટે ગાંધીનગર સ્થિત ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા સેન્ટર ફોર વોટર પીસ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન અને I-HUBના સહયોગથી અમદાવાદના KCG ઓડિટોરિયમ ખાતે બે દિવસીય ‘Bharat Discourses on Water @2047’ રાષ્ટ્રીય જળ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં પ્રથમ વખત પાણી, પર્યાવરણ અને સમુદાય વિકાસ સાથે સંકળાયેલા 5 પદ્મ પુરસ્કાર વિજેતાઓ એક જ મંચ પર એકત્રિત થયા હતા. પરિષદમાં નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, પાણી નિષ્ણાતો, ઇનોવેટર્સ અને ગ્રાસરૂટ્સ પ્રેક્ટિશનર્સે ભાગ લીધો હતો.
2047 સુધી ભારતને વોટર-સિક્યોર બનાવવાના માર્ગો, પાણી સંરક્ષણ, પરંપરાગત જળ વ્યવસ્થા, ટેક્નોલોજી, સંશોધન અને જનભાગીદારી જેવા મુદ્દાઓ પર મંથન થયું હતું. પ્રથમ દિવસે પાણી સંરક્ષણમાં સમુદાયની ભૂમિકા, વોટર સર્ક્યુલારિટી અને પરંપરાગત જળ વ્યવસ્થાઓ અંગે સત્રો યોજાયા હતા. અડાલજની વાવ ખાતે ટેક્નિકલ ફિલ્ડ વિઝિટ પણ યોજાઈ હતી. બીજા દિવસે વોટર ગવર્નન્સ, જાહેર નીતિ, ઇનોવેશન, સ્ટાર્ટઅપ્સ અને ગ્રીન ફાઇનાન્સ અંગે ચર્ચા થઈ હતી.

