વડોદરાના ડભોઈમાં મોબાઈલ હેક કરી ઓનલાઈન ફ્રોડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા ગઠિયાઓએ યુવકના મોબાઈલને હેક કરી જુદી જુદી બેંકોમાંથી કુલ ₹ 1,41,383ની રકમ ઉપાડી લીધી છે.
ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આવતા એપ ડાઉનલોડ કરી હતી ડભોઈની ચુનીલાલ પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય હેવનકુમાર રમેશભાઈ ધોબીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર 11 જૂન 2026ના રોજ ‘LumoraTv’ નામની એપ્લિકેશન આવી હતી. તેમણે આ એપ ડાઉનલોડ કરી હતી. પરંતુ મોબાઈલમાં રિસ્ક એપનું નોટિફિકેશન આવતા જ તાત્કાલિક અનઈન્સ્ટોલ કરી દીધી હતી.
અચાનક મોબાઈલ હેક થઈને ગુગલ પેમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા તે જ દિવસે સાંજના સાતેક વાગ્યે ગુગલ પે દ્વારા કસ્ટમરને પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હતા, ત્યારે તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ડિસ્પ્લે પર ઈન્ટ્રોલ સિસ્ટમ લખાઈને આવતા તેમણે એમ્પ્લોય અજયભાઈને ફોન બતાવ્યો હતો. પાંચ-સાત મિનિટ પછી ફોન ચાલુ થતાં ગુગલ પેમાં બેલેન્સ જોવા મળ્યું ન હતું.

