Gujarat

પંચમહાલના કાલોલ અને ડેરોલ ગામને જાેડતો ઓવરબ્રિજ વર્ષો બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકયો

પંચમહાલના લોકો માટે રાહતના સમાચાર છે, ટ્રાફિકથી મળશે છુટકારો. કાલોલ અને ડેરોલ ગામને જાેડતો ઓવરબ્રિજ ૧૦ વર્ષ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બ્રિજના અભાવે આસપાસના ૨૫ જેટલા ગામોના લોકોને લાંબા સમયથી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઓવરબ્રિજ શરૂ થતાં હવે સ્થાનિકોને મોટી રાહત મળી છે. મહત્વનું છે કે, આ બ્રિજના નિર્માણ પાછળ અંદાજે ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષોની રાહ બાદ બ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.