Gujarat

કરચલીયાપરામાં જુગાર રમતા ચાર ઝડપાયા, છ જુગારી ફરાર

ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં હનુમાનનગર પાછળ જાહેરમાં રમાતા જુગારધામ પર ગંગાજળિયા પોલીસે બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસ કાફલાને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં પોલીસે પીછો કરીને ચાર શખસોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય છ શખસો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

4 શખસ ઝડપાયા, 58 હજાર રોકડા જપ્ત દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય તેમજ રોકડ રકમ ₹58,200 જપ્ત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં નવનીત કિશોરભાઈ ચૌહાણ (આનંદનગર), રાહુલ બુધાભાઈ ચૌહાણ (કરચલીયા પરા), રવિ જયેશભાઈ બોરાણા (બોરડીગેટ) અને વિપુલ હિંમતભાઈ ચુડાસમા (કરચલીયા પરા)નો સમાવેશ થાય છે.

6 ફરાર સહિત 10 શખસ સામે ફરિયાદ રેડ દરમિયાન નાસી છૂટેલા આરોપીઓમાં વિશાલ વાજા, સાગર વાજા, રોહિત પ્રવિણભાઈ વાજા, રોહિત ઉર્ફે ભંભો અને મેહુલ ઉર્ફે ગેંગો વાજા (તમામ રહે. કરચલીયા પરા) સહિત અન્ય શખસોનો સમાવેશ થાય છે. ગંગાજળિયા પોલીસે તમામ દસ શખસો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.