International

“અમે આગળ વધવા માંગતા નથી”: ઈરાનના રાષ્ટ્રપતિ

“યુદ્ધનો અંત લાવવો અમેરિકાના હાથમાં છે”: મસૂદ પેઝેશ્કિયન

યુએસ સાથેના યુદ્ધ મામલે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને કહ્યું હતું કે, ઈરાન સાથેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે નક્કી કરવાનું કામ અમેરિકાનું છે; આ વાત તેમણે ત્યારે કહી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ સંઘર્ષ વર્ષના અંત સુધીમાં સમાપ્ત થઈ શકે છે.

ફોક્સ ન્યૂઝના ‘સ્પેશિયલ રિપોર્ટ વિથ બ્રેટ બેયર‘ કાર્યક્રમમાં ગુરુવારે પ્રસારિત થયેલા એક ઈન્ટરવ્યુમાં પ્રશ્નનો જવાબ આપતા પેઝેશ્કિયને કહ્યું, “પરંતુ અમે આને ચાલુ રાખવા માંગતા નથી. અમેરિકાએ જ નક્કી કરવાનું છે કે તે આનો અંત લાવવા માંગે છે કે નહીં.”

ઈરાનના રાષ્ટ્રપતિએ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કહ્યું હતું કે તેહરાન ક્યારેય અમેરિકાના દબાણ સામે ઝૂકશે નહીં, કારણ કે યુદ્ધનો અંત કેવી રીતે લાવવો તે અંગે બંને પક્ષો વચ્ચે મોટો મતભેદ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે જાે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમજૂતી નહીં થાય તો તેઓ ઈરાનનો “સંપૂર્ણ વિનાશ” કરી શકે છે, પરંતુ સાથે એમ પણ સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં કોઈ સમજૂતી થઈ શકે છે.

ટ્રમ્પે આ યુદ્ધ માટે બદલાતા લક્ષ્યો અને સમયમર્યાદા રજૂ કરી છે. આ યુદ્ધ ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયું હતું જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો અને તેના જવાબમાં તેહરાને ઈઝરાયલ તથા અમેરિકી સૈન્ય મથકો ધરાવતા ગલ્ફ દેશો પર વળતા હુમલા કર્યા હતા.

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા અને લેબનોન પર ઈઝરાયલના હુમલામાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.

ટ્રમ્પે ઈરાનની પરમાણુ ક્ષમતાઓને નબળી પાડવી એ તેમના યુદ્ધના ઉદ્દેશ્યોમાંના એક તરીકે દર્શાવ્યું છે.

ઈરાન પાસે પરમાણુ હથિયારો નથી અને તે આવા હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો પણ ઇનકાર કરે છે. બીજી તરફ, અમેરિકા પરમાણુ હથિયારોથી સજ્જ દેશ છે.

તેહરાનનું કહેવું છે કે પરમાણુ અપ્રસાર સંધિ (દ્ગઁ્) ના એક પક્ષકાર તરીકે, તેને શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ ટેકનોલોજી વિકસાવવાનો અધિકાર છે.