Gujarat

ધ્રાંગધ્રામાં સ્મિત મચ્છરના લાંબા આયુષ્ય માટે ખત્રી સમાજે કરી પ્રાર્થના

ધ્રાંગધ્રામાં ખત્રી સમાજ દ્વારા સ્મિત મચ્છરના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સભા યોજાઈ હતી. આ સભામાં સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ સ્મિત મચ્છર ઝડપથી સ્વસ્થ થાય અને તેમને દીર્ઘાયુષ્ય મળે તેવી પ્રાર્થના કરી.સ્મિત મચ્છરે 174 લોકોના જીવ બચાવી દેશ અને ખત્રી સમાજનું ગૌરવ વધાર્યું છે.

આ ભાવના સાથે સમાજના સભ્યોએ તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી. આ પ્રાર્થના સભા દરમિયાન સમાજના સભ્યોએ એકતા, માનવતા અને પરસ્પર લાગણીનો સંદેશ આપ્યો. ખત્રી સમાજ દ્વારા સ્મિત મચ્છરના ઝડપથી સાજા થવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.