International

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુક્તિ માટેના વિરોધ પ્રદર્શનો તેજ બન્યા

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કલમ ૧૪૪ લાગુ; આશરે ૨,૦૦૦ લોકોની અટકાયત

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથેના વિરોધ પ્રદર્શનો ફરી એકવાર તેજ બન્યા છે. તેમની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ‘ એ ખૈ?? પખ્તુનખ્વાથી ઈસ્લામાબાદ તરફ એક વિશાળ કૂચ (માર્ચ) શરૂ કરી છે. સરકાર અને PTI વચ્ચેની વાતચીત કોઈ સમજૂતી સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા બાદ આ કૂચ શરૂ કરવામાં આવી હતી. સત્તાવાળાઓ દ્વારા વિરોધ પ્રદર્શનકારીઓને રાજધાનીમાં પ્રવેશતા રોકવાના પ્રયાસો વચ્ચે ઈસ્લામાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. PTIના નેતૃત્વમાં આ કૂચ હાલમાં ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહી છે, જેનાથી એ સવાલ ઊભો થયો છે કે શું પ્રદર્શનકારીઓ રાજધાની સુધી પહોંચી શકશે કે પછી તેમને રસ્તામાં જ રોકી દેવામાં આવશે.

વાતચીતના બે રાઉન્ડ કોઈ સમજૂતી વિના સમાપ્ત થયા

સરકારી વાટાઘાટકારો અને ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓ વચ્ચે વાતચીતનો બીજાે રાઉન્ડ શનિવારે સાંજે ૪ વાગ્યે શરૂ થયો હતો અને આખી રાત ચાલ્યો હતો. જાેકે, રવિવારે વહેલી સવારે બંને પક્ષો વચ્ચે કોઈ સમજૂતી સધાયા વિના જ આ વાટાઘાટો સમાપ્ત થઈ હતી.

PTIનો દાવો: ૨,૦૦૦ કાર્યકરોની ધરપકડ, રસ્તાઓ બંધ

PTI સમર્થકોએ ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવતથી આ લાંબી કૂચ શરૂ કરી હતી. રવિવાર, ૪ ઓક્ટોબરના રોજ મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો ગાંધી ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી કૂચમાં જાેડાયા હતા.

હજારો પ્રદર્શનકારીઓ હવે લગભગ ૨૭૫ કિમી દૂર આવેલા ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યા છે. PTIએ દાવો કર્યો છે કે કૂચને રાજધાની સુધી પહોંચતી રોકવાના સત્તાવાળાઓના પ્રયાસો દરમિયાન તેમના લગભગ ૨,૦૦૦ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, પાકિસ્તાનની સંસદ અને ઈસ્લામાબાદના મુખ્ય ધોરીમાર્ગોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પ્રદર્શનકારીઓના આગમનની તૈયારીના ભાગરૂપે સત્તાવાળાઓએ કન્ટેનરનો ઉપયોગ કરીને અનેક રસ્તાઓ બંધ કરી દીધા છે.

આ કૂચ અગાઉ ૨૭ સપ્ટેમ્બર માટે નિર્ધારિત હતી

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે ૨૭ સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ તરફ કૂચ કરશે. જાેકે, બાદમાં શાહબાઝ શરીફ સરકાર દ્વારા પ્રદર્શનો રોકવા માટે કડક પગલાં લેવામાં આવતાં પાર્ટીએ આ વિરોધ પ્રદર્શનને ૪ ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યું હતું. આ ઘટનાક્રમને કારણે પાકિસ્તાન સરકાર પર વધારાનો આર્થિક બોજ પણ પડ્યો છે. ઁ્ૈંના નેતાઓ જેલમાં ઈમરાન ખાનને મળવાની પરવાનગીની માંગ કરી રહ્યા છે. તેઓ ખાનગી ડૉક્ટર દ્વારા ઈમરાન ખાનની તપાસ કરાવવાની મંજૂરી પણ માંગી રહ્યા છે.

ઈમરાન ખાનના સમર્થકોનો કાફલો ક્યાં અટકશે? કાફલાનો નિર્ધારિત માર્ગ અને રોકાણના સ્થળો નીચે મુજબ છે:-

૬ ઓક્ટોબર: કોહાટ, હંગુ, કુર્રમ અને ઓરકઝાઈના વિરોધ પ્રદર્શનકારીઓ બપોરે કાફલામાં જાેડાશે. ત્યારબાદ કાફલો પેશાવર તરફ આગળ વધશે અને રાત્રે મત્તાની નજીક રોકાશે.

૭ ઓક્ટોબર: કાફલો બપોરે પેશાવરના બુધ બૈરથી રવાના થશે. પેશાવરના અન્ય વિસ્તારોના લોકો કોહાટ રોડ બ્રિજ અને મોટરવે ટોલ પ્લાઝા ખાતે તેમાં જાેડાશે. ત્યારબાદ કાફલો રાત્રે ચારસદ્દા ઈન્ટરચેન્જ નજીક રોકાશે.

૮ ઓક્ટોબર: ચારસદ્દા અને મોહમંદના લોકો બપોરે ૧૨:૩૦ વાગ્યે કાફલામાં જાેડાશે.

ઈમરાન ખાન ૨૦૨૩થી જેલમાં છે.

૭૩ વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકારણી ૨૦૨૩થી જેલમાં છે. તેમની સામે ભ્રષ્ટાચાર અને હિંસા ભડકાવવાના આરોપો સહિત ૧૦૦થી વધુ કેસ નોંધાયેલા છે. ઈમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. ૧૮ ઓગસ્ટે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ, ખાસ કરીને આંખની સમસ્યાને ધ્યાનમાં રાખીને, તેમને તપાસ અને સારવાર માટે ઈસ્લામાબાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે.