Gujarat

ક્લસ્ટર ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં કન્યાશાળાની 6 વિદ્યાર્થિનીઓ પ્રથમ

કાલાવડની સી.આર.સી. આર.બી. તાલુકા શાળામાં ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં પી.એમ.શ્રી વૃજકુંવરબેન કન્યાશાળાની 6 વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું.

આ સ્પર્ધામાં સોલંકી તુલસી, ખરા કિંજલ, રાઠોડ મીરા, વારસકીયા કીર્તિ, કટારીયા શ્રુતિ અને સોલંકી કાવ્યાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો. તેમની સિદ્ધિથી શાળા પરિવારમાં ખુશીનો માહોલ છે.

વિદ્યાર્થિનીઓની આ સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષકો કાર્તિકભાઈ ભટ્ટ, હિનાબેન ચૌહાણ અને સોનલબેન સોલંકીનું યોગદાન રહ્યું. શાળાના આચાર્ય ધીરેનભાઈ પાટલીયાએ તમામ સફળ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.