Gujarat

મહારાષ્ટ્રની જેમ ગુજરાતના ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

ગુજરાતમાં વરસાદની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. લાલપુર-જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ સરકાર સમક્ષ માંગ કરી છે. તેમણે મહારાષ્ટ્રની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની રજૂઆત કરી છે.ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું કે, વરસાદની અછતની અસર માત્ર જમીન માલિક ખેડૂતો પર જ નહીં, પરંતુ ખેતમજૂરો, ભાગિયા ખેડૂતો અને પશુપાલકોના જીવન પર પણ થાય છે.

વરસાદના અભાવે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. આથી સરકારે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ જોઈને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવો જોઈએ. ખેડૂતો સહિત ખેતમજૂરો, ભાગિયા ખેડૂતો અને પશુપાલકોને પણ રાહત મળે તેવા પગલાં લેવાય તેવી રજૂઆત કરાઈ છે.