Gujarat

GIFT સિટીમાં MBAના વિદ્યાર્થીઓને બ્લૂમબર્ગ ટર્મિનલથી મળશે ગ્લોબલ માર્કેટની સમજ

GIFT સિટીમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ (IIFT)ની કેમ્પસમાં બ્લૂમબર્ગ ટર્મિનલ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહ્યું છે. આ સુવિધાથી MBAના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ભણવાની સાથે ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ કેવી રીતે કામ કરે છે તેનો પ્રેક્ટિકલ અનુભવ મળશે. વિદ્યાર્થીઓ શેરબજારના ડેટા, નાણાકીય સમાચાર અને માર્કેટમાં થતા ફેરફારોને સમજવા માટે આ ટર્મિનલનો ઉપયોગ કરી શકશે.

એક જ પ્લેટફોર્મ પર મળશે માર્કેટની માહિતી બ્લૂમબર્ગ ટર્મિનલ એક એડવાન્સ ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના દ્વારા દુનિયાના નાણાકીય બજારોના સમાચાર, ડેટા, રિસર્ચ અને એનાલિસિસ મેળવી શકાય છે. વિદ્યાર્થીઓ આ માહિતીના આધારે માર્કેટની સ્થિતિ સમજવા અને ફાઇનાન્સ સંબંધિત નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે તે શીખી શકશે. આ રીતે તેમને માત્ર થિયરી નહીં, પરંતુ વાસ્તવિક માર્કેટમાં ઉપયોગમાં લેવાતાં ટૂલ્સ સાથે કામ કરવાની તક મળશે.

BMC સર્ટિફિકેટથી રેઝ્યૂમેમાં થશે વધારો IIFTના GIFT સિટી કેમ્પસમાં બ્લૂમબર્ગ માર્કેટ કન્સેપ્ટ (BMC) સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવવામાં આવે છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ફાઇનાન્સ માર્કેટની કામગીરી અને તેના વિવિધ કોન્સેપ્ટની સમજ મળશે. કોર્સ પૂર્ણ કર્યા બાદ મળતું સર્ટિફિકેટ તેમના રેઝ્યૂમેમાં ઉમેરો કરી શકે છે. ગ્લોબલ ફાઇનાન્સ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં કરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આ અનુભવ ઉપયોગી થઈ શકે છે.