Gujarat

લાલપુરમાં ભાજપની સંગઠનાત્મક બેઠક, હાર્દિક સચદેવનું સન્માન

લાલપુરના નમો ભવન ભાજપ કાર્યાલય ખાતે સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠક સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું હતું આ બેઠકમાં પક્ષના સંગઠનને મજબૂત કરવા, કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ વધારવા અને એકતાની ભાવના મજબૂત કરવા ચર્ચા થઈ હતી.

આ પ્રસંગે લાલપુરના યુવા ભાજપ આગેવાન હાર્દિકભાઈ સચદેવનું સન્માન કરાયું. તેઓ વડનગરથી વારાણસી સુધી યોજાયેલી બાઈક રેલીમાં જોડાયા હતા. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. વિનોદભાઈ ભંડેરી, જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.