Gujarat

લાલપુરના 13 ટેબલ ટેનિસ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં વિજેતા

જામનગરના સિદસર ખાતે ખેલ મહાકુંભ-2026ની જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ. લાલપુર ટેબલ ટેનિસ ક્લબના 17 ખેલાડીઓએ ભાગ લીધો, જેમાંથી 13 વિજેતા બન્યા.બહેનોમાં અંડર-11: વિધિ નાકર (બીજું), પ્રાંજલ નાકર (ત્રીજું). અંડર-14: પૂજા નાકર (બીજું). અંડર-17: આરુષિ માકડિયા (પહેલું).

ભાઈઓમાં અંડર-11: ભવ્ય ગોહિલ (પહેલું), જીયાન લાઠિયા (બીજું). અંડર-14: અંશ ઠાકોર (બીજું), તેજ શીરા (ત્રીજું). ઓપન: ધવલ નાકર (બીજું), પાર્થ માકડિયા (ત્રીજું).40+માં વિરલભાઈ શીરા (બીજું), 60+માં હસમુખભાઈ પંડ્યા (બીજું). ટીમ ઇવેન્ટ ઓપન ગ્રુપ: ધવલ નાકર અને પાર્થ માકડિયા (બીજું). 40+ કેટેગરી: વિરલભાઈ શીરા અને કમલેશભાઈ મકવાણા (પહેલું). કોચ ધવલભાઈ નાકરે વિજેતાઓને અભિનંદન આપ્યા.