Gujarat

કાલાવડની મુક્તાબેન કન્યા વિદ્યાલયમાં સાંસદ પૂનમબેન માડમે લ્હાણી આપી

કાલાવડની મુક્તાબેન કન્યા વિદ્યાલયમાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમે 550 વિદ્યાર્થીનીઓને લ્હાણીનું વિતરણ કર્યું હતું.

નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળાઓને લ્હાણી આપીને તહેવારની ખુશીઓમાં સામેલ કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન બાળાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી જે.ટી.પટેલ, કાલાવડના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને ટ્રસ્ટી હસુભાઈ વોરા, આચાર્ય પ્રવિણાબેન કપુરીયા અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કાંતાબેન સહિત શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.