ઊંઝા તાલુકાના ભાંખર ગામે આવેલા શ્રી આગિયાવીર વૈતાલ અને શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિરે ભવ્ય અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 1001 દીવાની મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

આસો સુદ સાતમના રોજ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સવારથી સાંજ સુધી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દૂર દૂરથી અને આજુબાજુના ગામોમાંથી ભક્તો ગરબા તથા માંડવી ચડાવવા માટે મંદિરે આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ મહાઆરતીનો લાભ લીધો અને દાદા તથા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

